ભણવાની ઉંમરે સગીરાને સગીર સાથે પ્રેમસંબંધ થયો : લગ્ન કરાવવા પરિવારને ધમકી આપતી
સોશિયલ મીડિયાના યુગમાં નાની ઉંમરમાં જ સગીરોને પ્રેમસંબંધ બંધાવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આવા જ એક બનાવમાં ભણવાની ઉંમરમાં સગીરાને સગીર સાથે પ્રેમ પાંગરીયો હતો અને સગીરા લગ્ન કરાવવા માટે પરિવારજનો ધમકી આપતી હોય જેથી માતા-પિતા દ્વારા 181માં કોલ કરી મદદ માટે ગુહાર લગાવી હતી. અભયમ ટીમે તાત્કાલીક દોડી જઇ લગ્નની જીદે ચડેલી સગીરાને સમજાવી તેનુ કાઉન્સેલીગ કરતા તેણે લગ્નની જીદ છોડી દેતા પરિવાર જનોએ અભયમ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.
ગોંડલ પંથકમાં રહેતી 14 વર્ષિય સગીરાને 16 વર્ષના સગીર સાથે પ્રેમસંબંધ હોવાથી તેણે માતા-પિતાને લગ્ન કરવા ધમકી આપતી હોય જેથી માતા-પિતાએ 181માં કોલ કરી મદદ માગતા અભયમ ટીમ દોડી ગઇ હતી. 14 વર્ષની સગીરા સાથે રૂૂબરૂૂ પૂછતાછ કરતાં તેઓને છેલ્લાં એક વર્ષ થી 16 વર્ષના છોકરા સાથે ઈન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલ હોઈ અને બંને વચ્ચે પ્રેમ સબંધ થયેલ હોઈ છોકરાએ એક મહિના થી ફોન પણ આપેલ હોઈ, સગીરા નવમાં ધોરણમાં અભ્યાસ કરતી હોય ફોન તેમની સ્કૂલ બેગમાં રાખતી હોઈ, સગીરાના મોટા બાપાને ફોન બાબતે જાણ થતાં તેમને પૂછપરછ કરેલ હોઈ, સગીરાની માતાને આ બાબતે અગાઉ જાણ હોઈ પરંતુ તેમની દીકરી તેમને ધમકી આપતી હોય તેથી તેમની માતા ગભરાઈ તેમના પતીને પણ આ બાબતે જાણ કરેલ ન હોઈ, સગીરાના મોટા બાપુને જાણ થતાં તેમને બધી ચોખવટ કરતા તે યુવક સાથે લગ્ન કરવાની જીદ કરતી હોઇ અને ફોન લઈ લેતા ફોન પાછો આપવાની તથા તેમની રીતે તે રસ્તો કરી લેવાની જીદ કરતા દીકરીના ભવિષ્યની ચિંતા કરતા માતા પિતાએ દીકરીને સમજાવવા 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. અભયમ ટીમ દ્વારા સગીર અને સગીરાની ઉંમર ભણવાની હોઈ તેમજ પુખ્ત વયે જ લગ્ન બાબતે વિચારવું જોઈએ વગેરે બાબતે કાયદાકીય માર્ગદર્શન આપેલ આમ અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ કિશોરીએ ભણવામાં ધ્યાન આપવા તથા હોસ્ટેલમાં ભણવા જવા બાબતે સહમત થઈ પોતાના કારકિર્દી બનાવવા માટે આગળ અભ્યાસ કરવાની ખાતરી આપતા પરિવારજનોએ અભયમ ટીમનો આભાર માન્યો હતો.
