પરસાણા નગરના આધેડે આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં જામનગર રોડ ઉપર આવેલા પરસાણાનગરમાં રહેતા આધેડે આર્થિકભીંસથી કંટાળી એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આધેડને ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ ઉપર આવેલા પરસાણાનગરમાં રહેતા અનિલભાઈ રૂૂડાભાઈ વાઘેલા નામના 52 વર્ષના આધેડ પોતાના ઘરે હતા. ત્યારે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં એસિડ પી લીધું હતું આધેડને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ અનિલભાઈ વાઘેલા બે ભાઈમાં મોટા છે અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે અનિલભાઈ વાઘેલા રાજકુમાર કોલેજમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે અને અનિલભાઈ વાઘેલાએ પૈસાની ચિંતામાં એટલે કે આર્થિકભીંસ કંટાળી એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલા અયોધ્યા પાર્કમાં રહેતો શાહરૂૂખ ઇસ્માઇલભાઈ નરાસડા નામનો 28 વર્ષનો યુવાન મધરાત્રે ભગવતીપરા વિસ્તારમાં હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં શાહરૂૂખ ટ્રકમાં ક્લિનિક તરીકે નોકરી કરે છે અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે શાહરૂૂખની પત્ની ફરીદાબેન હાલ જામનગરમાં રીસામણે બેઠી છે. શાહરૂૂખના સસરા ફારુક ઉસ્માનભાઈએ તારા પિતા ટ્રક લઈને જાય તેને બતાવી દેવા છે તેવી ધમકી આપતા શાહરૂૂખને લાગી આવતા ફીનાઇલ પી લીધું હોવાનો આક્ષેપ કર્યો છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.