જૂનાગઢમાં બાઇક ચોરી કરનાર ટોળકીનો એક સાગરિત ઝડપાયો
જૂનાગઢ બી ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર ઇસમને ચોરેલ મોટર સાઇકલ સાથે પકડી પાડી વણઉકેલ ગુન્હાનો ભૈદ ઉકેલી ચોર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જિલ્લામાં બનતા ચોરીઓના વણ-શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના આપી માર્ગદર્શન પુરૂૂ પાડેલ હોય જે અન્વયે જૂનાગઢ બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી.ગોહીલ ની દેખરેખ હેઠળ સ્ટાફના માણસો આવા આરોપીઓ ગુન્હાના કામે પકડી પાડવા સતત પ્રયત્નશીલ હોય અને જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બી.એન.એસ કલમ 303(2) ના કામે ફરીયાદીની મોટરસાયકલ ની ચોરી થયેલ અંગે અનડીટેક્ટ ગુન્હો દાખલ થયેલ હોય જે ગુનાના કામે બી ડીવીજન પોલિસ સ્ટેશનના ડી સ્ટાફ શાખાના કર્મચારીઓ દ્વારા સ્થાનીક સી.સી.ટી.વી કેમેરાઓ તથા નેત્રમ શાખાના સી.સી.ટી.વી. ફુટેજ આધારે તપાસમાં હતા દરમ્યાન પોલીસ સ્ટાફ ને સંયુકત રાહે મળેલ ખાનગી બાતમી હકીકત તથા નેત્રમ શાખા તરફથી મળેલ માહીતી આધારે ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે બે ઇસમો જેમા એક ઇસમ સગીર વય નો હોય જેઓ બન્નેને જયશ્રી ટોકીઝ પાસેથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે પકડી અનડીટેક ગુન્હાનો ભૈદ ઉકેલી ચોર ઇસમને ઝડપી પાડી વધું કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપાયેલ આરોપી (1) ગોપાલ રમેશ સોલંકી,દેવીપૂજક ઉ.વ.20 ધંધો-મજુરી રહે. વેરાવળ ગુડલક હોટલની સામે સોમનાથ ચોકડી જી.ગીર સોમનાથ હાલ-પાદરીયા તા. જી.જુનાગઢ તેમજ (2) કાયદા ના સંઘર્ષ માં આવેલ કિશોર ને હાલ પકડવાનો બાકિ છે (3)અજય નાથા સોલંકી રહે લાડુળી ગામ તા.માળીયા હાટીના જી.જુનાગઢ હાલ ઝડપાયેલ આરોપીએ મોટરસાયકલ ચોરી ની કબુલાત આપી અને ચોરેલ મોટરસાયકલ હિરો કંપનીની જેના રજીસ્ટર નં.જી.જે.-11-સી.જે.-6489 કિ.રૂૂ.45,000.ની પોલીસે કબ્જે કરી હતી