રિસામણે બેઠેલી પરિણીતાના માતા, માસા પર પતિ સહિતના શખ્સોનો હુમલો
જામનગરમાં ખોજા ગેઇટ ટીટોડી વાડી વિસ્તારમાં રહેતા ઈરફાનભાઇ હુસેનભાઇ ખફી નામના 32 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાની માતા હલીમાબેન પર છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે અસગર ઈસ્માઈલ ખફી અને તેની બહેન યાસ્મીન (ખંભાળિયા વાળી) ઉપરાંત મહેબુબ, અસગર નો ભાઈ ડાડો, તેમજ અકબરી ઇસ્માઇલ ખફી સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ઈરફાનભાઇની ભાણેજ રેશમા કે જેને તેણીના પતિ સાથે વાંધો પડતાં રિસામણે બેઠી હતી, અને ઈરફાનભાઇ ના ઘેર રહેવા માટે આવી હતી. ત્યાં સમાધાન ના બહાને તેની બહેન યાસ્મિન વગેરે આવ્યા હતા, ત્યાં ફરીથી ઝઘડો થયો હતો. જેથી તેઓએ અન્ય ત્રણ સાગરીતો સાથે ધસી આવી ઇરફાનભાઈ અને તેને માતા હલીમાબેન ઉપર હુમલો કરી દીધો હતો.3 જેમાં ઈરફાનભાઇને ફેક્ચર સહિતની ઈજા થઈ છે જયારે છરી વાગવાથી ટાંકા લેવા પડ્યા હતા. હાલમાં પાંચેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી સીટી એ. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.કે. બ્લોચ વધુ તપાસ ચલાવી રહ્યા છે, અને તમામ આરોપીઓ ની શોધ ખોળ ચલાવાઇ રહી છે.