ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લીંબડીના નાની કઠેચી નજીક 2.15 લાખના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

11:35 AM Apr 26, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

લીંબડીના નાની કઠેચી નજીક રૂૂ. 2.15 લાખના દારૂૂ સાથે એક શખ્સ ઝડપાયો છે. પોલીસે દારૂૂ, બિયર, મોબાઈલ અને કાર સહિત કુલ રૂૂા.7.65 લાખનો મુદ્દામાલ કબજે કરી રાજસ્થાનના બે શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

એલસીબી ટીમે પાણશીણા પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ દરમિયાન મોટી કઠેચીથી નાની કઠેચી ગામ તરફ જતા રસ્તા પર બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં પસાર થથી એક કારને રોકી તેની તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂૂ અને બીયર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે કારમાંથી દારૂૂ અને બીયર 2050 નંગ (કિં.રૂૂા.2,15,450), કાર કિંમત રૂૂા.5,00,000, મોબાઈલ (કિં.રૂૂા.50,000) સહિત કુુલ રૂૂા.7,65,450નો મુદ્દામાલ કબજે કરી પ્રવિણકુમાર બાબુલાલ શીયાક (રહે.રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સ વિરૂૂધ્ધ પાણશીણા પોલીસ મથકે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીની વધુ પુછપરછ કરતા અન્ય શખ્સ રાજુરામ રૂૂપારામ બિસ્નોઈ (રહે.રાજસ્થાન)ની સંડોવણી પણ બહાર આવી હતી. આથી બંને વિરૂૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

એલસીબી પોલીસે 23મી એપ્રિલે નાની કઠેચી ગામેથીે 954 નંગ વિદેશી દારૂૂ તથા બીયરનો જથ્થો અને 1 કાર મળીને કુલ રૂૂપિયા 7.28 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. જ્યારે રેડ દરમિયાન કાર ચાલક નાસી છુટયો હતો. નાની કઠેચીમાં ત્રણ દિવસમાં એલસીબીનો બીજો દરોડો કરતા પાણશીણા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે.

Tags :
crimegujaratgujarat newsLimbdiLimbdi NEWSliquor
Advertisement
Next Article
Advertisement