ગઢડા ગામની સીમમાંથી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
ધ્રોલ પોલીસની કામગીરી: દારૂની 228 બોટલ સહિત રૂ.3.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ગુજરાત મીરર, ધ્રોલ તા.21- ધ્રોલ તાલુકાના ગઢડા ગામની સીમામાં આવેલ ખેતરમાંથી વિદેશી દારૂૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવ હેઠળ રખાયેલા પેટ્રોલિંગ દરમિયાન મળી આવેલ બાતમીના આધારે આ સફળ રેઇડ હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળેથી મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા દેવુભા જાડેજા નામના શખ્સની અટક કરવામાં આવી છે.
અને કુલ રૂૂ. 3,14,400 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ધ્રોલ પોલીસ મથકના પી.આઈ. એચ. વી. રાઠોડની સૂચના હેઠળ હેડ કોસ્ટેબલ એચ.જે. જાડેજા અને કોસ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા, કરણભાઈ શિયાર તથા નાગજીભાઈ ગમારા પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મહેન્દ્રસિંહ જાડેજાએ ગઢડા ગામની સીમામાં આવેલ ખેતરની ઓરડીમાં વિદેશી દારૂૂનો મોટો જથ્થો રાખેલ છે. જે બાતમીના આધારે દરોડો પાડી ઓરડીમાંથી દારૂૂની 228 બોટલો તથા બીયર 64 નંગ સાથે મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા દેવુભા જાડેજા ( ઉ.વ.37, રહે ગઢડા) ને પકડી પાડી રૂૂ.3,14,400 નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ દારૂૂનો જથ્થો આપનાર રામદેવસિંહ ઝાલાની શોધખોળ હાથ ધરી છે. ધ્રોલ પોલીસે બંને શખ્સો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.