મોરબીના સાવસર પ્લોટમાં કારમાં ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ પકડાયો
કાર, રોકડ સહિત રૂા.5.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
મોરબીના સાવસર પ્લોટમાં કારમાંથી મેફેદ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો પોલીસે આરોપી પાસેથી મેફેદ્રોન ડ્રગ્સ 28 ગ્રામ 780 મીલીગ્રામનો જથ્થો, મોબાઈલ અને કાર સહીત 5.35 લાખનો મુદામાલ કબજે લીધો છે તેમજ મુંબઈના એક આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી છે.
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સાવસર પ્લોટમાં દેવાંત દાંતના દવાખાના સામેની શેરીમાં શંકાસ્પદ વાહન ચેકિંગ દરમિયાન કાર જીજે 27 સી 1361 માં ચેક કરતા ડ્રાઈવર શીટ પર બેસેલ યોગેશ રતિલાલ દસાડીયા રહે આસોપાલવ સોસાયટી, એપલ હાઈટ્સ એપાર્ટમેન્ટ રવાપર ઘુનડા રોડ મોરબી વાળાની કારમાં તલાશી લેતા શંકાસ્પદ નશાકારક પદાર્થ (સફેદ પાવડર) મળી આવ્યો હતો જે અંગે પૂછતાં એમ.ડી. ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું જેથી એફ.એસ.એલ ટીમને રીપોર્ટ માટે પાવડર મોકલ્યો હતો જે મેફેદ્રોન ડ્રગ્સ જેનું ચોખ્ખું વજન 28 ગ્રામ 780 મીલીગ્રામની કીમત રૂૂ 2,87,800 નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
એમડી ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ કીમત રૂૂ 5000 અને કાર કીમત રૂૂ 2 લાખ સહીત કુલ રૂૂ 5,35,100 નો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. તેમજ મેફેડ્રોન જથ્થો ક્યાંથી લાવ્યો તેની પૂછપરછ કરતા જથ્થો મુંબઈમાં રહેતા ચિરાગ પટેલ પાસેથી લાવ્યાની કબુલાત આપી હતી જેથી આરોપી ચિરાગ પટેલ રહે મુંબઈ વાળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.