મોરબીના દલવાડી સર્કલ નજીક કારમાં 432 દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો
રૂા.12.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
મોરબીના દલવાડી સર્કલ પાસેથી કારમાં દારૂૂનો જથ્થો લઇ જતા ઈસમને ઝડપી લઈને પોલીસે કારમાંથી દારૂૂની 432 બોટલનો જથ્થો અને કાર-મોબાઈલ સહીત કુલ રૂૂ 12.99 લાખનો મુદામાલ જપ્ત કરી કાર ચાલકને ઝડપી લીધો છે અન્ય બે ઈસમોના નામ ખુલ્યા છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ક્રેટા કાર જીજે 12 ડીએ 8716 વાળીમાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ભરી રવિરાજ ચોકડીથી નીકળી રાજકોટ જવાની છે જે બાતમીને પગલે કંડલા બાયપાસ રોડ પર વોચ ગોઠવી હતી અને કાર દલવાડી સર્કલ પાસે અમી પેલેસ એપાર્ટમેન્ટ નજીકથી ઝડપી લીધી હતી જે કારની તલાશી લેતા કારમાંથી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ 432 કીમત રૂૂ 2,94,948 નો જથ્થો મળી આવતા દારૂૂનો જથ્થો, કાર કીમત રૂૂ 10 લાખ અને મોબાઈલ કીમત રૂૂ 5000 મળીને કુલ રૂૂ 12,99,948 નો મુદામાલ જપ્ત કર્યો છે.
એલસીબી ટીમે આરોપી કાર ચાલક રામારામ મેઘારામ તરડ રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી ટીકુભાઇ રહે ગાંધીધામ અને માલ મંગાવનારના નામો ખુલતા સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં મુદામાલ સોપી ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.