કેશોદમાં ગુપ્તાંગ બતાવી છેડતી કરતો ટપોરી ઝડપાયો
જૂનાગઢના કેશોદ તાલુકાના એક ગામમાં સગીરા ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે આરોપીએ પોતાનો પ્રાઈવેટ પાર્ટ બતાવી છેડતી કરતા ચકચાર મચી છે. ડરી ગયેલી સગીરાએ સમગ્ર મામલે તેના પિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ વિકૃત હરકત કરનારા શખસને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદ તાલુકાના એક ગામમાં સગીરા જ્યારે ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે જ સરમણ કોડીયાતર નામનો આરોપી ત્યાં આવી પહોંચ્યો હતો અને એકલતાનો લાભ લઈ પોતાનો પ્રાઈવેટ પાર્ટ બતાવી છેડતી કરી હતી. આ બનાવથી સગીરા ગભરાઈ ગઈ હતી. સમગ્ર મામલે તેના પિતાને જાણ કરતા પિતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં સરમણ કોડીયાતર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.આ મામલે કેશોદ એસ.પી. બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે, ગઈકાલે કેશોદ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ અને છેડતીનો ગુનો નોંધાયો હતો. જેમાં સગીર દીકરી સાથે યુવકે અભદ્ર ચેનચાળા કર્યાની ફરિયાદ મળી હતી.
"અમને ફરિયાદ મળતાની સાથે જ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપી સરમણ કોડીયાતરને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે અને સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે, જેથી આરોપીને કડક સજા મળે અને સમાજમાં દાખલો બેસે. ગ્રામ્ય વિસ્તારમાં આવા કિસ્સાઓ ન બને તે માટે કાયદાનો ડર પેદા કરવો આવશ્યક છે.