For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માળિયા મિયાણામાં ત્રણ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

12:51 PM Dec 21, 2024 IST | Bhumika
માળિયા મિયાણામાં ત્રણ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

માળીયા મીયાણા ટાઉન વિસ્તારની માલાણીશેરીના રહેણાંક મકાનમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજો 3 કિલો 930 ગ્રામના જથ્થા સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.

Advertisement

મોરબી એસ.ઓ.જી પોલીસને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ કે આરોપીએ માળિયામા માલાણીશેરી સંધવાણીવાસ પોતાના કબજા ભોગવટાવાળા રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસ સ્ટાફ સાથે જઇ આરોપીના રહેણાંક મકાનમાં ઝડતી તપાસ કરતા રહેણાંક મકાનમાંથી ગાંજો 3 કિલો 930 ગ્રામ કિં રૂૂ. 39,300 તથા મોબાઇલ ફોન નંગ -01 કિં રૂૂ. 5000 મળી કુલ કિં રૂૂ.44,300 નાં મુદામાલ સાથે આરોપી વલીમોહમદ શેરમોહમદ મોવર ( ઉવ.21) રહે. માલાણીશેરી સંધવાણીવાસ માળીયા તા.માળીયા જી.મોરબી મુળ રહે. જુના હંજીયાસર તા.માળીયા જી.મોરબીવાળાને ઝડપી પાડી એન.ડી.પી.એસ. એક્ટની કલમ-8(સી), 20(બી), 29 મુજબ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement