વીંછિયાના સમઢિયાળા ગામેથી 1.10 લાખનો દારૂ-બિયર ભરેલી કાર સાથે એકની શખ્સ ઝડપાયો
સાયલા ગરાંભડી અને જસદણના શખ્સના નામ ખુલ્યા
વિંછીયાના થોરીયાળી ગામથી સમઢીયાળા ગામ તરફ જવાના રસ્તેથી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીએ દરોડો પાડી 2.14 લાખનો વિદેશી દારૂૂ-બીયર ભરેલી કાર સાથે સાયલા ગરાંભડીના એક શખ્સની ધરપકડ કરી બુટલેગર સહીત બે ની શોધખોળ શરુ કરી છે.
રાજકોટ જીલ્લામાં બુટલેગરો ઉપર તૂટી પડવા જીલ્લા પોલીસ વડાના આદેશને પગલે ગ્રામ્ય એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમે દારૂૂ- જુગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવા પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીને આધારે વિંછીયાના થોરીયાળી ગામથી સમઢીયાળા ગામ તરફ જવાના રસ્તેથી એક કારને અટકાવી હતી જેમાં તપાસ કરતા 72 બોટલ વિદેશી દારૂૂ કિ.રૂૂ.1,00,800 અને 48 ટીન બિયર કિ.રૂૂ.10,560 સહીત રૂૂ.2.14 લાખનો મુદ્દમાલ કબજે કરી સુરેન્દ્રનગરના સાયલાના ગરાંભડી ગામ દેરી ચોકમાં રહેતા રણજીત અનકભાઇ ખવડની ધરપકડ કરી હતી.આ દારૂૂ પ્રકરણમાં ગરાંભડી રામજીભાઇ વિભાભાઇ સરવૈયા અને જસદણ ટીના કાઠીનું નામ ખુલ્યું હતું.
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ,જિલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહની સુચનાથી એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા,પીએસઆઈ એચ.સી.ગોહીલ,એ.એસ.આઇ. બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, અમિતભાઇ કનેરીયા, અમીતસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. વાઘાભાઇ આલ, પ્રણયભાઇ સાવરીયા, રસીકભાઇ જમોડ, ઘનશ્યામસીંહ જાડેજા તથા પો.કોન્સ. વિજયભાઇ સિહારએ કામગીરી કરી હતી.
