ચાલુ બાઇકે પરીણીતાની ચૂંદડી ખેંચી, સમજાવવા જતાં સાસુ પર પથ્થરમારો-પતિને છરી ઝીંકી
રાજકોટના રૈયાધારે હોળીના દર્શન કરવા માતા સાથે નીકળેલી પરિણીતાને બાઈક પર આવેલા શખ્સે સ્ટંટ કરી ચૂંદડી ખેંચી છેડતી કરતા બનાવ પોલીસ ચોપડે પહોંચ્યો હતો અને આ સમગ્ર ઘટનામાં સમજાવવા વચ્ચે પડેલા માતા પર પથ્થરોના ઘા ઝીંકી હુમલો કરવામાં આવ્યો હતો.આ અંગે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
વધુ વિગતો મુજબ,રૈયાધારે રહેતા પરિણીતાએ ફરિયાદમાં કૌશલ ઉર્ફે કરણ નિતિનભાઈ મકવાણાનું નામ આપતા તેમની સામે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ કાલ તા.13/03ના રોજ રાત્રીના દસેક વાગ્યે માતા,તેમનો બે વર્ષનો પુત્ર અને પોતે ડ્રિમસીટી ના સામેના ભાગ પાસે આવેલ હનુમાનજીના મંદિરની બાજુમાં કાચા રસ્તા પર આવેલ જાહેર હોળી પ્રગટાવવાની વિધિ ચાલુ હોય ત્યાં દર્શન કરવા ઘરે થી ચાલીને નિકળેલ તેમજ રસ્તામાં થોડે દુર ચાલતા
ત્યાં વિસ્તારમાં રહેતો કૌશલ ઉર્ફે કરણ નિતિનભાઈ મકવાણા પોતાનું બાઈક લઇ સામેથી આવી કાવો મહિલાની ચુંદડી પકડી છેડતી કરી હતી.
જેથી આ પરિણીતાના માતાએ આ રીતે કાવો ના મરાય અને દિકરીની શુ કામ છેડતી કરે છો તેમ કહેતા આ કૌશલ ઉર્ફે કરણ આ પરિણીતાને તથા માતાને ગાળો દેવા લાગ્યો હતો.ત્યાર બાદ તે ત્યાથી જતો રહ્યો હતો અને થોડીવાર બાદ પોતાનું બાઈક લઈ હોળી પ્રગટાવેલ જગ્યા એ ફરી પાછો પોતનુ બાઈક લઈ આવી પરિણીતા અને માતાને ધમકી આપેલ કે કાલે તહેવારના દિવસે તારા ઘર ઉપર પથ્થરો ફેકવા છે અને દારુની પોટલી નાખવી છે તેવુ ઉગ્ર બોલી ફરી વખત ગાળો દેવા લાગતા માતાએ ફરીવખત ગાળો દેવાની ના પાડતા આ કૌશલે તે જગ્યાએથી ઇંટો ના કટકા લઇ છુટ્ટો ઘા કરી માતાને છાતી ના ભાગે કરતા પરિણીતાએ બાવડુ પકડી ખેંચી લેતા ઇંટનો ઘા લાગેલ નહિ.
તેમજ માતાને વાલની બિમારી હોય આ કૌશલ ને આજીજી કરી સમજાવતા ફરી વખત પરિણીતાએ ચુંદડી પકડી હવામાં ઉડાળેલ અને આજુબાજુના માણસો ભેગા થઇ જતા આ કૌશલ ત્યાથી પોતાનું બાઈક લઇને ત્યાંથી ભાગી ગયો હતો.આ ઘટના બાદ પરિવારજનોને વાત કરતા ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનામાં ફરિયાદ થતા જ ફરિયાદીને પતિ સાથે આરોપીએ માથાકૂટ કરી માથાના ભાગે છરી ઝીંકતા ત્રણ ટાંકા આવ્યા હતા.તેમજ પીઠના ભાગે પણ ગંભીર ઇજા થઇ હતી એ અંગે આરોપી કૌશલ વિરુદ્ધ બીજી ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ અંગે પીએસઆઇ પટેલ તપાસ ચલાવી રહ્યા છે.