રૂખડિયા ફાટક પાસેથી સદર બજારનો શખ્સ દારૂની 105 બોટલ સાથે ઝડપાયો
શહેરમાં દારૂની બદીને ડામવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ કરી દારૂના ગુનાઓ નોંધવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર ડીસીપી ઝોન-2 જગદીશ બંગારવાની એલસીબીની ટીમે રૂખડિયાપરા ફાટક પાસેથી સદર બજારના શખ્સને વિદેશી દારૂની 105 બોટલ સાથે ઝડપી લીધો હતો.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-2ના પીએસઆઈ આર.એચ. ઝાલા, એએસઆઈ જયંતિભાઈ ગોહેલ, રાજેશભાઈ મીયાત્રા, રાહુલભાઈ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઈ વાઢિયા અનેકુલદિપસિંહ રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમા ંહતો ત્યારે બાતમીના આધારે રૂખડિયાપરા ફાટક પાસેથી એક શંકાસ્પદ શખ્સને અટકાવી તેની પુછપરછ કરતા પોતે પોતાનું નામ જાવેદ ઉર્ફે મથો હુશેનભાઈ બ્લોચ (રહે સદરબજાર) હોવાનુંજણાવ્યું હતું.
તેમની પાસેથી અલગ અલગ બ્રાન્ડની રૂા. 31,600ની 105 દારૂની બોટલ મળી આવી હતી. દારૂ અંગે પુછપરછ કરતા આ દારૂનો જથ્થો ધર્મેશ નામનો શખ્સ તેને આપી ગયો હોવાનું રટણ કરતા પોલીસે ધર્મેશની શોધખોળ શરૂ કરી છે. જાવેદ અગાઉ દારૂ અને જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.