જૂનાગઢ બસ સ્ટેન્ડમાં 8 કિલો ગાંજા મૂકી ફરાર થયેલો સાબરકાંઠાનો શખ્સ ઝડપાયો
જૂનાગઢ બસ સ્ટેશનમાં ગાંજો ંમુકી ફરાર થઈ જનાર સાબરકાંઠાના શખ્સને એસઓજીની ટીમે પકડી પાડ્યો હતો. અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની મળતી વિગત મુજબ જૂનાગઢ બસ સ્ટેન્ડમાં ગાંજો મુકી ફરાર થઈ જનાર શખ્સને એસઓજીએ સાબરકાંઠાથી પકડી પાડયો હતો. ગઈ તા. 23 ફેબ્રુઆરીના રોજ એસઓજીનાં સ્ટાફે શહેરના એસટી બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મ નંબર 1ની બાજુમાં પેસેન્જરને બેસવાના બાંકડા પાસેથી રૂૂપિયા 87,300ની કિંમતનો 8730 ગ્રામ મારીજુઆના હસીસ (ગાંજો) ભરેલા બિનવારસી 2 થેલા કબજે કર્યા હતા. અને આરોપી નાસી ગયા હતા. અજાણ્યા શખ્સ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ મામલે એસઓજીના પીઆઇ પી. કે. ચાવડા, એમ. વી. રાઠોડની ટીમ તથા સાયબર ક્રાઇમ સેલ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સથી તપાસ કરતા જૂનાગઢના બસ સ્ટેન્ડમાં ગાંજો મૂકી નાસી ગયેલ શખ્સ સાબરકાંઠા જિલ્લાનો વતની હોવાનું જણાયુ હતું. જેના પગલે એસોજીની ટીમ સાબરકાંઠા પહોંચીને 18 વર્ષીય આરોપી તરુણ પોપટ બુબડીયા ને દબોલી આગળની તપાસ માટે જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો.
જૂનાગઢના એસટી બસ સ્ટેન્ડમાં ગાંજો મૂકી નાસી આરોપી સાબરકાંઠા જિલ્લાનો વતની હોવાનું ટેકનિકલ સોર્સ મારફત જાણવા મળ્યું હતું.
જેના પગલે એક ટીમને રવાના કરવામાં આવી હતી. ટીમે રાત્રિ રોકાણ કરી વહેલી સવારે સાબરકાંઠા જિલ્લાના પોસીના તાલુકાના કાલીકાંકર ગામમાં બોરાફળા વિસ્તારમાં રહેતો 18.9 વર્ષનો આરોપી તરુણ પોપટ બુબડીયાને પકડી પાડવાનું ઓપરેશન પાર પાડ્યું હતું.