ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગીર સોમનાથની યુવતી ઉપર રાજકોટના શખ્સે લગ્નની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ

12:30 PM Jul 12, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

વારંવાર દુષ્કર્મ ગુજારી લગ્નની ના પાડી યુવતીને તરછોડી દેનાર શખ્સ સામે ગુનો નોંધાયો

રાજકોટમાં રહેતી મુળ ગીર સોમનાથની યુવતીને લગ્નની લાલચ આપી રાજકોટનાં એક શખ્સે તેની સાથે દુષ્કર્મ ગુજારી તેને તરછોડી દઈ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં આ મામલે એ-ડીવીઝન પોલીસ મથકમાં યુવતીની ફરિયાદને આધારે શખ્સ વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે.

ભોગ બનનાર 23 વર્ષિય યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં રાજકોટમાં રહેતા કલ્પેશ નામના શખ્સનું નામ આપ્યું છે. ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે મુળ ગીર સોમનાથની વતની છે અને રાજકોટમાં અભ્યાસ અને નોકરી કરતી હોય તેનો પરિચય કલ્પેશ સાથે થયો હતો.

બન્ને ફોન ઉપર વાતચીત કર્યા બાદ રૂબરૂ મળ્યા હતાં અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. કલ્પેશે ભોગ બનનાર યુવતીને બસ સ્ટેશન પાછળ આવેલી હોટલ નોવામાં લઈ જઈ તેની સાથે બે વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. યુવતી સાથે પ્રેમ સંબંધમાં તેણે લગ્નની લાલચ આપી હવસ સંતોષી હતી. ત્યારબાદ યુવતીએ જ્યારે લગ્ન કરવાની વાત કરતાં કલ્પેશે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમજ યુવતીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી તેને તરછોડી દીધી હતી. તેમજ જો પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપી હતી.

ગીર સોમનાથની વતની અને રાજકોટમાં રહેતી 23 વર્ષિય યુવતી ઉપર એસ.ટી.બસ સ્ટેશન પાછળ આવેલ હોટલ નોવામાં બે વખત શરીર સંબંધ બાંધનાર કલ્પેશ વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીએ ફરિયાદ નોંધાવતાં આ મામલે પોલીસે કલ્પેશ સામે દુષ્કર્મ તેમજ એટ્રોસિટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવની વધુ તપાસ દક્ષિણ વિભાગનાં એસી.પી. બી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.આઈ. આર.જી.બારોટ તેમજ પી.એસ.આઈ એમ.વી.લુવા અને તેમની ટીમ ચલાવી રહી છે.

Tags :
crimeGir Somnathgujaratgujarat newsrajkotrajkot newsraped
Advertisement
Advertisement