રાજકોટના શખ્સનો જમીન મામલે ગોંડલના ખેડૂત પર છરી વડે હુમલો
ગોંડલના કમઢિયા ગામની ઘટનામાં રાજકોટના બંને શખ્સ વિરુદ્ધ ફરિયાદ
ગોંડલ તાલુકાના કમઢીયા ગામે વાડીએ જવાના રસ્તા બાબતે પોલીસ ફરિયાદમાં સાક્ષી તરીકે સહી કરતા ખેડુત ઉપર બે શખ્સો દ્વારા છરી અને ધોકા વડે હુમલો કરાતા ખેડૂતને સારવાર અર્થે ગોંડલ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈને સુલતાનપુર પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશ જાડેજા હોસ્પિટલ દોડી આવ્યા હતા.કામઢીયા ગામે ગત રાત્રીના મનજીભાઈ શિયાણી સહિત ત્રણ લોકો તાપણું કરી બેઠા હતા ત્યારે રાજકોટ ના જીતુભાઇ ટારીયા ત્યાં આવી અને મનજીભાઈ ને કહેલુ કે તું મારી જમીનની મેટરમાં પંચમાં શુ કામ રહે છે. દરમિયાન તેમની સાથે લાકડી લઇ આવેલા અજાણ્યા શખ્સ તથા જીતુભાઇ એ ગાળો આપી જગડો કરી હુમલો કર્યો હતો. આ વેળા જીતુભાઇએ ખિસ્સા માંથી છરી કાઢી મનજીભાઈ ને ડાબા પગના સાથળના ભાગે છરીનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને શખ્સો ભાગી છૂટ્યા હતા.બાદમાં ઇજાગ્રસ્ત હાલત માં મનજીભાઈ ને ગોંડલ ની ખાનગી હોસ્પિટલ માં ખસેડાયા હતા.ઘટનાની જાણ ધારાસભ્ય ને થતા ધારાસભ્ય ના પ્રતિનિધી જ્યોર્તિરાદિત્ય (ગણેશ) જાડેજા હોસ્પિટલ આવી પોહચ્યા હતા અને ખેડૂતે સમગ્ર ઘટના વર્ણવી હતી.
બનાવ નાં કારણમાં ફરિયાદી મનજીભાઈ એ કમઢીયા ના રણછોડભાઈ રવજીભાઈ બોરડ ની જમીન વિવાદમાં પંચરોજ કામમાં સાક્ષી તરીકે સહી કરી હોય તેનો ખાર રાખી જીતુ ટારીયા અને અજાણ્યા શખ્સે હુમલો કરી છરી મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સુલતાનપુર પોલીસે જીતુ ટારીયા અને અજણ્યા શખ્સ વિરૂૂદ્ધ બી.એન.એસ. કલમ 115 (2), 118 (1), 352, 351 (3), 54 તથા જી.પી.એકટ 135 મુજબ ગુન્હો નોંધી જમાદાર અર્જુનભાઇ દવેરાએ તપાસ હાથ ધરીછે.