ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પારડીના શખ્સે સગીરા સાથે મિત્રત કેળવી બસપોર્ટ નજીક હોટેલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ

04:30 PM Jul 12, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટના પારડી ગામે રહેતા શખસે નજીકના જ વિસ્તારમાં રહેતી સગીરા સાથે મિત્રતા કેળવી તેને રાજકોટની અલગ અલગ હોટલમાં લઈ જઈ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં તેણે સગીરાના ન્યુડ ફોટો પાડેલા હોય અને જો સંબંધ નહીં રાખે તો ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.ભોગબનનાર પુખ્તવયની થતા લગ્નની ના કહી દઇ તેને તરછોડી દીધી હતી.જેથી આ મામલે યુવતી દ્વારા એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement

મળતી વિગતો મુજબ હાલમા શાપરમાં રહેતી 18 વર્ષીય યુવતીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે લોધિકા તાલુકાના પારડી ગામે સત્યમ સોસાયટી રામાપીર મંદિરની બાજુમાં રહેતા સાગર ભગવાનજીભાઈ સોલંકી(ઉ.વ 23) નું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યા મુજબ, અગાઉ વર્ષ 2022 માં તેઓ પારડીમાં રહેતા હતા ત્યારે તે સ્કૂલે જતી હતી તે સમયે આરોપી સાગર અહીં બસ સ્ટેન્ડે આંટાફેરા કરતો હોય તે દરમિયાન બંને વચ્ચે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ થતાં આરોપી તેને રાજકોટમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલી જયશ્રી તથા હોટલ કિંગ સહિતની હોટલોમાં અવારનવાર લઈ જઇ તેના પર દુષ્કર્મ આચાર્યું હતું.એટલું જ નહીં આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં ભોગ બનનારના ન્યુડ ફોટા પાડી લીધા હોય અને ધમકી આપતો હતો કે, જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો આ ફોટા વાયરલ કરી દઈશ.

હાલમાં પીડિતાનો પરિવાર શાપર રહેવા આવી ગયો હતો. દરમિયાન પીડિતા 18 વર્ષની થયા બાદ આરોપીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દઇ તેને તરછોડી દીધી હતી. જેથી આ મામલે યુવતી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.દુષ્કર્મના આ બનાવને લઇ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બી.વી.બોરીસાગરની રાહબરીમાં રાઇટર ભાવિનભાઈ ગઢવી તથા સ્ટાફે જરૂૂરી કાર્યવાહી કરી આરોપી સાગર ભગવાનજીભાઈ સોલંકી (ઉ.વ 23) ને ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી ડ્રાઇવિંગ કામ કરે છે અને કુંવારો છે.

Tags :
gujaratgujarat newsrajkot newsrape caseraped
Advertisement
Next Article
Advertisement