સોશિયલ મીડિયામાં હથિયાર સાથેનો ફોટો મુકતા વેરાવળના નાવદ્રાનો શખ્સ ઝડપાયો
સોમનાથ એસ.ઓ.જીએ ધોરણસર કાર્યવાહી હાથ ધરી
ગીર સોમનાથ એસ.ઓ.જી. બ્રાન્ચે સોશ્યલ મિડીયા ઉપર હથિયાર છરી સાથે નો વિડીયો/ફોટો મુકનાર નાવદ્રા ગામના શખ્સને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા જુદા-જુદા સોશ્યલ મિડીયા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વિગેરે ઉપર ગુનેગાર તથા અન્ય વ્યક્તિ હથિયાર સાથે ના ફોટા ઓ પાડી સામાન્ય નાગરિકો માં ભય અને દહેશત ફેલાવી ભયનું વાતાવરણ ઉભું કરતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા કરેલ સુચના આપતા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પીઆઇ. એન.એ.વાઘેલા ના માર્ગદર્શન અનુસાર સ્ટાફના વિપુલભાઇ ટીટીયા, મહાવીરસિંહ જાડેજા, કૈલાશ સિંહ બારડ સહીતના પ્રભાસ પાટણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલ તે દરમ્યાન જાવીદ હુસેનભાઇ પઠાણ, ઉવ.28, ધંધો.પ્રા.નોકરી, રહે.નાવદ્રા ગામ તા.વેરાવળ નામના શખ્સે હથિયાર સાથે સોશિયલ મિડીયામાં વિડીયો/ફોટો અપલોડ કરેલ હોય તેને પ્રભાસ પાટણ વિસ્તાર માંથી હથિયાર છરી સાથે પકડી પાડી આરોપી વિરૂૂધ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં જી.પી.એ.135 મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.