ફાળદંગ ગામે સાળાને બે દેશી તમંચા આપવા જતો મધ્યપ્રદેશનો શખ્સ ઝડપાયો
રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીને આધારે મધ્યપ્રદેશના શખ્સને બે દેશી તમંચા સાથે ઝડપી લીધો છ ે. આ બારામાં તેની પુછપરછ કરવામાં આવતા આ બન્ને પિસ્તોલ ફાળદંગ ગામે રહેતા તેમના સાળાએ મંગાવી હતી.
મળતી વિગતો અનુસાર એસઓજીના પીઆઈ ડી.સી. સાકરિયા, પીએસઆઈ ડી.પી. ગોહિલ, અને સ્ટાફના વિરદેવસિંહ સહિતના સ્ટાફે બાતમીને આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે શંકાસ્પદ જણાતા મધ્યપ્રદેશના કલ્યાણપુરના અમરાશામાં અમલિયારને પકડી તેની પાસેથી રહેલા ઘઉંના થેલામાં તપાસ કરતા તેમાંથી બે દેશી તમંચા અને જીવતાકારતુસ મળી આવ્યા હતાં. તેમની પાસેથી કુલ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તેની પુછપરછમાં તેમના સાળો જે ફાળદંગ ગામે ખેતી કરતો હોય તેમણે મધ્યપ્રદેશના તેમના મિત્ર પાસેથી દેશીતમંચો લઈ આવવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આજે તિરંગા યાત્રામા મુખ્યમંત્રી સહિતનાઓ હાજર રહેવાના હોય જેથી પોલીસે રાત્રીથી જ પેટ્રોલીંગ કરી એમપીના શખ્સને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો.