જૂનાગઢના શખ્સે રાજકોટની બે સંતાનની માતાને ફસાવી દુષ્કર્મ ગુજાર્યુ, લગ્નની લાલચ આપી ન અપનાવતા ફરિયાદ નોંધાઇ
ઉજજૈન ફરવા ગયા ત્યારે પરિણીતાના પતિને શંકા ગઇ , મોબાઇલ ચેક કર્યો ને ભાંડો ફુટ્યો
જે વ્યક્તિ માટે પરિણીતાએ પોતાનુ ઘર ભાંગ્યું, તે વ્યક્તિએ દગો દીધાનુ સમજાયું હતું
રાજકોટ શહેરમા રહેતી બે સંતાનની માતાનો ઇન્સ્ટાગ્રામમા પરીચય કરી તેને અપનાવી અને સાથે લઇ જવાનુ કહી ફસાવી હતી અને તેમની સાથે અવાર નવાર દુષ્કર્મ ગુર્જાયુ હતુ . જો કે પરણીતાએ ર0 વર્ષનાં લગ્ન જીવનને જતા કરી પતિ સાથે છુટાછેડા લઇ જુનાગઢનાં કહેવાતા પ્રેમી સાથે નીકળી ગઇ હતી અને ત્યારબાદ તેણીને પ્રેમીએ જાકારો આપ્યો હતો અને તેણીને દગો આપ્યાનો અહેસાસ થતા તેણીએ પોલીસ મથકમા પ્રેમી વિરુધ્ધ દુષ્કર્મ અંગેની ફરીયાદ નોંધાવી હતી.
યુનિવર્સિટી પોલીસે રાજકોટ રહેતી 37 વર્ષિય મહિલાની ફરિયાદ પરથી જુનાગઢના ભાવીન રતિલાલ મકવાણા વિરૂૂધ્ધ દૂષ્કર્મનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ આદરી છે. આ પરિણીતાને સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. ોલીસ ફરિયાદ મુજબ ભોગ બનનાર મહિલા રાજકોટમાં પતિ અને દિકરા-દિકરી સાથે રહ છે. આશરે ત્રણ મહિના પહેલા તેને જૂનાગઢના ભાવિન રતિલાલ મકવાણા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ હતી. બંને વચ્ચે વાતચીત વધતાં ભાવિન રાજકોટ તેને મળવા આવ્યો હતો.
આ વખતે મહિલાએ ભાવિનને જણાવ્યું હતું કે તે પરણીત છે, બે બાળકોની માતા છે અન ઉંમરમાં પણ તેનાથી મોટી છે. આમ છતાં ભાવિને-હું તને અપનાવીશ અને લગ્ન કરીશ જ, તેવી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધી હતી. ત્યાર પછી ભાવિન અવારનવાર મહિલાના ઘરે આવતો હતો. એક દિવસ મહિલાના પતિ નોકરી પર હતા અને બાળકો નીચે રમવા ગયા હતા ત્યારે ભાવિ તેણીના ઘરે પહોંચી ગયો હતો.
આ વખતે પરિણીતાએ સંતાનોને આ મારી ફ્રેન્ડનો ફ્રેન્ડ છે તેમ કહી સંતાનોને આ ભાવીન મારી ફ્રેન્ડનો દિકરો છે તેમ કહ્યું હતું. બાદમાં સંતાનો બિલ્ડીંગ નીચે રમવા જતાં રહ્યા હતાં. આ પછી ભાવીન લગ્નની વાત કરી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આ સિલસિલો ચાલુ રહ્યો હતો. બંને એકબીજાને અવારનવાર મળતા અને મહિલાની મિત્રના ઘરે પણ તેઓ શરીર સંબંધ બાંધતા હતા. ભાવિને તેના પરિવાર સાથે પણ ફોન પર વાતચીત કરાવી લગ્ન માટે રાજી હોવાનું નાટક કર્યું હતું. દરમિયાન દિવાળી પર પરણિીતા, તેનો પતિ, બાળકો અને તેમજ ભાવિન સહિતના લોકો ઉજ્જૈન ફરવા ગયા હતા. પરત ફરતી વખતે તેણીના પતિને શંકા જતાં તેણે ભાવિનનો મોબાઈલ ચેક કર્યો હતો, જેમાં પત્નિ અને ભાવિનના ફોટા મળી આવતા ભાંડો ફૂટયો હતો.
આ ઘટના બાદ રાજકોટ પરત ફર્યા પછી પરિણીતાના માવતર પક્ષને બોલાવી તેણીના અને ભાવીનના સંબંધની વાત કરી હતી. આ વખતે ભાવીન પણ હાજર હતો. તેણે બધાની વચ્ચે તેણીને અપનાવી લેવાની વાત કરી હતી અને તેણીને પોતાની સાથે જુનાગઢ લઇ ગયો હતો. પરંતુ જુનાગઢ ભાવીનના પરિવારજનોને આ પસંદ ન પડતાં ભાવીને તેણીને પરત રાજકોટ જતાં રહેવાનું કહેતાં તે રાજકોટ આવી ગઇ હતી. બાદ ફરીથી જુનાગઢ પોતાની બહેનપણીના ઘરે અને ત્યાંથી ભાવીનના મમ્મી-પપ્પાના ઘરે ગઇ હતી. ત્યારે ભાવીન પણ હાજર હતો. પરંતુ તે લગ્ન બાબતે કંઇ બોલતો ન હોઇ તેણી પરત રાજકોટ આવી હતી. એ પછી પતિ સાથે 7/11ના રોજ છુટાછેડા લઇ લીધા હતાં. જે વ્યક્તિ માટે પરિણીતાએ પોતાનું ઘર ભાંગ્યું, એ જ વ્યક્તિએ લગ્ન કરવાની ના પાડી દેતાં પરિણીતાને પોતાની સાથે દગો થયાનું સમજાયું હતું. યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલના માર્ગદર્શનમાં હેડકોનસ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.