હુડકો ચોકડીના કવાર્ટરમાંથી ગાંજાના જથ્થા સાથે ધોરાજીનો શખ્સ ઝડપાયો
રાજકોટમા હુડકો ચોકડી પાસેના ક્વાર્ટરમાંથી ગાંજાના જથ્થા સાથે ધોરાજીનો અફઝલ સૈયદ નામના શખ્સને ભક્તિનગર પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી.જૂનાગઢથી એક કિલો ગાંજો લઈ આવી છૂટકમાં વેંચાણ કરવાનો હતો.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી હેતલ પટેલ દ્વારા હાલમાં માદક પદાર્થની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર અટકાવવા અને નેસ્ત નાબુદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવાની આપેલ સૂચનાથી યુવાધન નશીલા પદાર્થોનું સેવન કરતા અટકે અને યુવા વિદ્યાર્થી વર્ગ પાયમાલ થતા અટકે તે હેતુથી સે નો ટુ ડ્રગ્સની ખાસ ડ્રાઇવ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં હાથ ધરવામાં આવશે હતી.
જે દરમિયાન પીએસઆઈ જે.જે.ગોહિલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે એએસઆઇ હર્ષભાઇ માવદીયાને મલેક ચોક્કસ બાતમીના આધારે હુડકો અરવિંદભાઇ મણીયાર સી-કવાર્ટર શેરી નં.46 કવાર્ટર નં.32 જયશ્રીબેન વડગામાના મકાનમાં ભાડેથી રહેતો શખ્સ ગાંજાનો જથ્થો વેંચવાની ફિરાકમાં હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે દરોડો પાડી અફઝલ રજાકમીયા સૈયદ (ઉ.વ.37, રહે. મુળ ધોળીયા હનુમાનજીના મંદિરની બાજુમાં ખીજળા શેરી ધોરાજી)ને પકડી પાડી ગાંજાનો જથ્થો 999.600 ગ્રામ રૂૂ.9,960 અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ આજીડેમ પીઆઇ એ.બી.જાડેજાએ હાથ ધરી હતી.પકડાયેલ શખ્સ મૂળ ધોરાજીનો વતની છે અને અહીં ભાડાના મકાનમાં રહી મજૂરી કામ કરે છે. તે જૂનાગઢથી ગાંજો લઈ આવી છૂટકમાં વેંચાણ કરવાનો હોવાની પ્રાથમિક કબૂલાત આપી હતી.