મવડીના યુવાનની કાર ખરીદવાના બહાને લઇ જઇ ધરમનગરના શખ્સે પરત આપવાની ના પાડી દીધી
મવડી પ્લોટમાં આદીત્ય પાર્ક શે.નં. 3/6 ના ખુણે રહેતા યુવાન પાસેથી ધરમનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા શખ્સે કાર ખરીદવા માટે કાર ગેરેજમાં બતાવવા લઇ જઇ કાર પરત નહીં આપતા માલવીયાનગર પોલીસમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે.વધુ વિગતો મુજબ,મવડી પ્લોટમાં આદીત્ય પાર્ક શે.નં. 3/6 ના ખુણે રહેતા વિપુલભાઈ વિરજીભાઈ દેસાઇ(ઉ.વ.45)એ ધરમનગર આવાસમાં રહેતા કૈલાશ ખીમજીભાઈ વાઘેલા સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.વિપુલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારી પાસે એક આઈ-10 કા2 હતી જે મે આજથી આશરે બે વર્ષે પહેલા 150 ફુટ રીગ રોડ ઉપર આવેલ સોમ નાથ એસ્ટેટ બ્રોકર માથી ખરીદી હતી.
આજથી દોઢેક વષે પહેલા મારે રૂૂપીયાની જરૂૂરત હોય જેથી મે મારી કાર વેચવા માટે મારા મીત્ર પ્રદીપસિંહને વાત કરેલ કે કોઈ ગ્રાહક હોય તો મને કહેજો અને ત્યાર બાદ પ્રદીપસિહએ મને વાત કરેલ કે મારા મીત્ર કૈલાસભાઈ છે અને તેમને કાર ખરીદ કરવી છે જેથી આજથી આશરે એકાદ વષે પહેલા હુ તથા મારા મીત્ર પ્રદીપસિહ તથા કૈલાશભાઈ મવડી ચોકડી પાસે આવેલ જે માડી હોટલે મળેલ હતા અને મે મારી કાર આ કૈલાશભાઈને બતાવેલ હતી અને મારે આ કારનો સોદો રૂૂપીયા 1,10,000 મા નકકી થયેલ હતો જેથી આ કૈલાશભાઈએ મને કહેલ કે પહેલા હુ તમારી કાર કોઈ ગેરેજવાળાને બતાવી આપુ પછી હુ તમને કહુ મારે કાર લેવી છે કે નહી જેથી આ કૈલાશભાઈ પ્રદીપસિહના મીત્ર હોય જેથી મે આ કૈલાશભાઈને કાર ગેરેજમા બતાવવા માટે આપતા આ કૈલાશભાઈ કાર લઈને જતા રહેલ હતા.
ત્યાર બાદ બીજા દિવસે આ કૈલાશભાઈને કાર બાબતે પુછતા હુ રૂૂપીયાની વ્યવસ્થા કરૂૂ છુ અને મારે તમારી કાર લેવાની છે બે ત્રણ દિવસ રાહ જોવો તેમ કહેલ અને ત્યાર બાદ ત્રણ દિવસ પછી મે કૈલાશભાઈને ફોન કરતા તેઓએ મને વાત કરેલ કે મારા દિકરાની તબીયત બરાબર નથી બે-ત્રણ દિવસ રાહ જોવો હુ તમને કારના રૂૂપીયા આપી જઈશ અને ત્યાર બાદ આ કૈલાસભાઈને ફોન કરતા આ કૈલાશભાઈ ફોન ઉપાડતા નથી.આ મામલે પોલીસમાં વિશ્વાસઘાત અંગે ફરિયાદ નોંધાવી હતી.