વાવડી પાસે ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવાન ઉપર શખ્સનો હુમલો
શહેરમા શિતલ પાર્ક પાસે ભાડાના મકાનમાં રહેતો યુવાન પુનિતનગર ચોકથી વાવડી તરફ જવાના રસ્તે હતો ત્યારે ઉછીના આપેલા રૂૂપિયાની ઉઘરાણી કરતા શખ્સે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શીતલ પાર્ક પાસે રૂૂમ ભાડે રાખીને રહેતા સંજય રામસિંગભાઈ ભોજીયા નામનો 31 વર્ષનો યુવાન રાતના દસેક વાગ્યાના અરસામાં પુનિતનગર ચોકથી વાવડી જવાના રસ્તા તરફ ઈંડાની લારી નજીક હતો. ત્યારે ગોપી નામના શખ્સે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં સંજય ભોજીયાએ હુમલાખોર ગોપીને રૂૂ.5000 ઉછીના આપ્યા હતા જે રૂૂપિયાની ઉઘરાણી કરતા હુમલો કરી માર માર્યો હોવાનો સંજય ભોજીયાએ આક્ષેપ કર્યો છે.આ ઉપરાંત બીજા બનાવમાં શહેરની ભાગોળે આવેલા ભાવાસર ગામે મહાદેવ સ્ટીલ ફર્નિચર નામના કારખાનામાં કામ કરતા પીંકુભાઇ પ્રમોદભાઈ ગૌતમ નામનો 23 વર્ષનો સોમવારે આશરે વીસ ફૂટની ઊંચાઈએથી નીચે ફટકાયો હતો. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ એઇમ્સમાં અને એઇમ્સમાંથી ફરી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.