સિહોરના ખાંભા ગામે વાડીના ખુલ્લા કૂવામાં દીપડો ખાબક્યો
11:14 AM Dec 09, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખાંભા ગામે વાડી વિસ્તારમાં ખુલ્લા કૂવામાં દિપડો ખાબક્યો હતો. ફોરેસ્ટ ખાતાની ટીમે રેસ્ક્યુ કરીને દીપડાને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. ભાવનગર જિલ્લાના શિહોર પંથકન ના ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણીઓના આટાફેરા વધ્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ સિહોર તાલુકાના ખાભા ગામની વાડી વિસ્તારમાં દીપડો ખુલ્લા કૂવામાં ખાબકી ગયો હતો. આ ઘટના ની જાણ થતાં ગામ લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા. આજે સવાર ના 7 વાગ્યા થી દીપડો કૂવામાં પડી ગયો હતો.ફોરેસ્ટ ની ટીમ 3 કલાક બાદ દોડી આવી હતી. દીપડાને રેસ્કયું કરવા વન વિભાગ દ્વારા બે ટીમ બનાવવામાં આવી હતી. ત્યાર બાદ મહા મહેનતે બંને ટીમો તેમજ ગામ લોકો ની અથાગ મહેનતે દીપડા નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
Next Article
Advertisement