ભાવનગરમાં વેપારીને છરી બતાવી 75 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટથી ભારે સનસનાટી
સવાર સુધીમાં લૂંટારુઓનો કોઈ પત્તો લાગ્યો નહીં: ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ, ત્રણ લૂંટારુઓ સામે ગુનો
ભાવનગર શહેરમાં ચિત્રા વિસ્તારમાં આવેલી બેંકમાંથી રૂૂા.75 લાખ જેવી માતબર રોકડ લઈને બહાર નિકળતાં વેપારીનેને આંતરી છરી બતાવી ત્રણ અજાણ્યા શખ્સોએ તેમના હાથમાં રહેલી રૂૂ. 75 લાખ રોકડ ભરેલ થેલા ની લૂંટ ચલાવી નાસી છૂટી હતા. આ બનાવની જાણ કરતાં પોલીસનો મસમોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અલગ-અલગ ટીમ બનાવની તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં ગઈકાલે સાંજે બનેલા લૂંટના આ બનાવ અંગે મોડી રાત્રે બે વાગ્યે નોંધાયેલ ફરિયાદ મુજબ શહેરના કુંભારવાડા મોતી તળાવ કાદરી મસ્જિદ પાછળ રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતાં ગુલાબ અબ્બાસ યાકુબ અલી રાજાણી ગઈકાલે સાંજે ચાર વાગે ચિત્રા વિસ્તારમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની બ્રાન્ચમાંથી રોકડ રકમ ઉપાડી થેલામાં નાખી તેમના ઘર તરફ જતા હતા ત્યારે ઓમ પાર્ટી પ્લોટ પાછળ જતા રોડ ઉપર જતા હતા ત્યારે બાઈક ઉપર આવેલા 3 અજાણ્યા! શખ્સોએ તેને રસ્તા વચ્ચે આંતરિ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલ રોકડ રૂૂ.75 લાખ ભરેલા થેલા ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.
આ બધા અંગે ભોગ બનનાર વેપારીએ પોલીસને જાણ કરતાં જિલ્લા પોલીસ વડા , બોરતળાવ પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ડોગ સ્કવોર્ડ સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો.
નાવની ગંભીરતાને લઈ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસને આગળ વધારવાં અલગ-અલગ ચારથી વધુ ટીમ બનાવી હતી. અને ભોગગ્રસ્ત વેપારી ના નિવેદન મુજબ લૂંટારાનો સ્કેચ બનાવની તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જયારે, પોલીસની અન્ય એક ટીમે નેત્રમ મારફતે ઘટના સ્થળથી લઈ શહેરના વિવિધ પ્રવેશદ્રાર સુધીના સીસીટીવી તપાસ્યા હતા. જોકે આજે સવાર સુધી લૂંટના આરોપીઓનું પગેરું પ્રાપ્ત થયું નથી.
ગઈકાલે સાંજે ચાર વાગ્યે બનેલા આ બનાવ અંગે બોર તળાવ પોલીસ સ્ટેશનમાં રાત્રિના બે વાગ્યે ફરિયાદ નોંધાઈ હતી. આ બધા અંગે વેપારી ગુલાબ અબ્બાસ યાકુબઅલી રાજાણી એ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.