માલવિયા પોલીસ સ્ટેશન સામેના મંદિરમાંથી ચોરી કરના રીઢો તસ્કર ઝડપાયો
મવડી રોડ પર આવેલા શ્રી સિધ્ધિ વિનાયક મંદિરની દાનપેટીમાંથી રૂૂા. 12 હજારની ચોરી કરનાર રીઢા આરોપી મેહુલ ઉર્ફે ભુરી ઉર્ફે મામો ધનજી જેઠવા (ઉ.વ.27, રહે. કૈલાશ નગર-2, નવલનગર નજીક)ને માલવીયાનગર પોલીસે ઝડપી લીધો હતો.ગઈ તા.29ના રોજ આરોપી મંદિરની દિવાલ ટપી અંદર ઘુસ્યો હતો અને મંદિરની દાનપેટી ડીસમીસથી ખોલી તેમાંથી રૂૂા.12 હજારની ચોરી કરી હતી.
જે અંગે ગઈકાલે માલવીયા નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.આ મામલે પીઆઇ જે.આર.દેસાઈની રાહબરીમાં ડી સ્ટાફના પીએસઆઈ ડી. એસ. ગજેરા, એએસઆઈ હિરેનભાઈ પરમાર, હિતેશભાઈ અગ્રાવત, જયદેવસિંહ પરમાર અને સ્ટાફે સીસીટીવી કેમેરા વગેરેના આધારે આરોપીને ગોંડલ રોડ પરથી ઝડપી લઈ રૂૂા. 12 હજાર રોકડા કબજે કર્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપી લાંબો ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. તેના વિરૂૂધ્ધ રાજકોટ,અમરેલી અને જૂનાગઢમાં ચોરી, મારામારી સહિતના 31 ગુના નોંધાયેલા છે.આરોપી અગાઉ ધારીમાં પણ મંદિર ચોરીમાં પકડાયો હતો.જૂનાગઢ પોલીસના હાથે પણ મંદિર ચોરીમાં પકડાયો હતો. જયાંથી થોડા સમય પહેલાં છૂટયો હતો. પૈસાની જરૂૂર પડતા ફરીથી મંદિરમાં ચોરી કરી હતી. આ સિવાય બીજી કોઈ ચોરીઓ કરી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ આરંભી છે.