જામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિરમાંથી રોકડની ચોરી કરનાર રીઢો તસ્કર પકડાયો
શહેરમાં જામનગર રોડ પર ખાટુ શ્યામ મંદિરમાં દાનપેટી તોડી રૂૂ.65 હજારની ચોરી થયાની ગાંધીગ્રામ પોલીસે ગુનો નોધી 150 ફુટ રીંગ રોડ પર થી નામચીન તસ્કરને ઝડપી લઈ તેની પાસેથી રોકડ કબજે કરવા કાર્યવાહી કરી છે.
વધુ વિગતો મુજબ,જામનગર રોડ પર સૈનીક સોસાયટી નજીક ખાટુ શ્યામ મંદિરમાં સેવા પુજા કરતા અને મુળ રાજસ્થાનના રીષીકુમાર વનમાળી શર્માએ ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ કરી હતી. જેમા તા.21ના રોજ સવારે મંદિરે પુજા કરવા જતા દાન પેટી ખુલી હોય અને તેમાથી રૂૂ.6પ હજારની રોકડ ગાયબ હોય સીસીટીવીમાં કેદ શખસ ત્રિકમ વડે દાન પેટી તોડી રોકડની ચોરી કરી હોવાનુ બહાર આવતા ફરીયાદ કરી હતી.
જે બનાવને મામલે પીઆઈ એસ.આર.મેધાણી સહીતની ટીમે તપાસ કરતા મંદિરમાં ચોરી કરનાર શખસ 150 ફુટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે આવ્યાની માહીતીને આધારે પીએસઆઈ એમ.વી.જાડેજા,વી.ડી.રાવલિયા,રવિભાઈ ગઢવી,સહદેવસિંહ જાડેજા અને રઘુવીરસિંહ જાડેજા સહીતે મુળ યુપીનો અને હાલ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચૈન્મય એપાર્ટમેન્ટમાં રહેતો વીવેક બીરેન્દ્રસીંગ ચૌહાણની અટકાયત કરી તપાસ કરતા તેની સામે માલવીયાનગર, તાલુકા, ગાધીગ્રામ, યુનિવર્સિટી,થોરાળા સહીત 16 ચોરી સહીતના ગુનામાં પકડાયેલો હોય આકરી પુછતાછ કરતા તેને મંદિરમા ચોરી કર્યાની કબુલાત આપતા પ ચોરીની રકમ કબજે કરવા કાર્યવાહી કરી છે.