દારૂ સહિત 44 ગુનામાં સંડોવાયેલો મીઠાપુરનો રીઢો તસ્કર રાજકોટમાંથી ઝડપાયો
રાજકોટ શહેરમાં થતી વાહન ચોરી ધરફોડ ચોરી અને ચીલ ઝડપ સહિતના ગુનાઓના ભેદ ઉકેલવા માટે રાજકોટ શહેરની પોલીસને અલગ-અલગ વિસ્તારોમાં અને બજારોમાં પેટ્રોલિંગ કરવા પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામા આવી છે.જે મામલે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે એક રીઢા વાહન ચોરને ઝડપી લીધો છે.
આ તસ્કર વિરૂદ્ધ અગાઉ વાહન ચોરી અને દારૂ સહિત 44 ગુના પોલીસ ચોપડે નોંધાઇ ચૂકયા છે. આરોપીને પકડી પોલીસએ ગાંધીગ્રામ વિસ્તારમાંથી થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલી લીધો છે.
વધુ વિગતો મુજબ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એમ.આર. ગોંડલીયા, મનોજ ડામોર અને સી.એચ.જાદવ સહિતનાની બાતમીના આધારે પી.એસ.આઇ પરમાર, એ.એસ.આઇ હરદેવસિહ જાડેજા, ગોપાલ ભાઇ પાટીલ અને અર્જૂનભાઇ ડવ સહિતના સ્ટાફે બાતમીના આધારે મીઠાપુરના બાબલા કર્વાટરમાં રહેતા ગોદળભાઇ સનાભાઇ લધાને ચોરાઉ બાઇક સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
આરોપી અગાઉ વાહન ચોરી દારૂ સહિત 44ગુનાઓમાં મીઠાપુર, જામખંભાળિયા, દ્વારકા, જામનગરમાં અગાઉ પકડાઇ ચૂકીયો છે.
પોલીસે ચોરાઉ વાહન સાથે ઝડપી લઇ ગાંધીગ્રામ વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.પોલીસે લોકોને અપીલ કરી હતી કે, ભીડભાડ વાળી જગ્યા અને બજાર વિસ્તારમાં પોતાનુ વાહન લોક કરી પાર્ક કરવુ.