કોઠારિયા સોલવન્ટ પાસે છાત્રના મોબાઇલની ચીલઝડપ કરનાર રીઢો તસ્કર અને સગીર પકડાયા
કોઠારીયા સોલવન્ટમાં શિતળાધાર 25 વારીયામાં રહેતાં મૂળ બિહારના છાત્ર ચંદન દિનેશપ્રસાદ શાહ (ઉ.વ.23)ના હાથમાંથી રૂૂા.36 હજારનો મોબાઈલની ચિલઝડપ કરનાર કિશોર સહિત બે આરોપીને આજી ડેમ પોલીસ કોઠારીયા ગામથી આગળ પાણીના ટાંકા પાસેથી ઝડપી લીધા હતા.
ધરપકડ કરાયેલામાં કિશોર ઉપરાંત દિવસ મનુભાઈ સોલંકી (ઉ.વ.19, રહે. ખોડીયારપરા, પુનીતનગર ટાંકા પાસે)નો સમાવેશ થાય છે. આજી ડેમ પોલીસે બંનેને પકડી સાત ફોન ઉપરાંત બાઈક મળી રૂૂા. 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની પુછતાછમાં એવી કેફિયત આપી હતી કે, ત્રણ માસ દરમિયાન આરોપીઓએ અન્છ છ સ્થળેથી ફોનની ચોરી કરી હતી. જેમાં મવડી મેઈન રોડ પર, આનંદ બંગલા ચોકમાં મેંગા માર્કેટમાંથી બે ગોંડલ રોડ પરથી, હુડકો ચોકડીના પુલ પર અને માલધારી ફાટક પાસેથી અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ચોરી કર્યાની કેફિયત આપી હતી.
આ કામગીરી આજીડેમ પીઆઇ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે.જી.રાણા,એએસઆઈ હારુનભાઈ ચાનીયા,એએસઆઈ રવિભાઈ વાંક અને ગોપાલભાઈ બોળીયાએ કરી હતી.