શાપર વેરાવળમાંથી દેશી બનાવટની પીસ્ટલ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો
શાપર(વેરાવળ) પોલીસ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જ તથા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સાહેબ રાજકોટ ગ્રામ્ય નાઓએ ગે.કા. રીતે હથીયાર રાખતા તેમજ હથીયાર વેચનાર ઇસમો ઉપર વોચ રાખી અને વધુને વધુ કેસો કરવા તથા અસરકારક નાઇટ રાઉન્ડ ફરવા સુચના કરવામાં આવેલ હોય જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ગોડલ કે જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.બી.રાણા સા. તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા નાઇટ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન પો.હેડ કોન્સ. દિનેશભાઇ ખાટરીયા તથા પો.કોન્સ. દિવ્યેશભાઇ શામળાની ખાનગી હકિકત આધારે શાપરગામ આશ્રય સોસાયટી પાસેથી એક ઇસમને ગેર કાયદેસર પીસ્ટલ (હથીયાર) સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પોલીસે આરોપી આકાશભાઇ ત્રીકમભાઇ સોલંકી, ઉ.વ.24, રહે.બુધ્ધનગર કાસુમાંગેઇટ અંદર મફતીયાપરા વેરાવળગામ તા.કો.સાંગાણીની એક દેશી બનાવટની પીસ્ટલ (હથીયાર) નંગ-01 કિ.રૂૂ.10,000/- અટકાયત કરી હતી આ કામગીરી શાપર વેરાવળ પો.સ્ટે.ના પો.ઇન્સ આર.બી.રાણા પો.હેડ કોન્સ. દિનેશભાઈ ખાટરીયા, જગશીભાઇ ઝાલા, તથા પો.કોન્સ. દિવ્યેશભાઇ શામળા દ્વારા કરવામા આવેલ છે.