ખંભાળિયાનો રીઢો ગુનેગાર પાસા તળે જેલ હવાલે
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં નવી સતવારા સમાજની વાડીની બાજુમાં રહેતા આશિષ ઉર્ફે આશીયો કારૂૂભાઈ ભારવાડીયા નામના 24 વર્ષના શખ્સ સામે સ્થાનિક પોલીસ મથકમાં સમયાંતરે વિવિધ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.
હાલની પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચનાથી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલસીબીની ટીમ દ્વારા ઉપરોક્ત માથાભારે શખ્સના ગુનાહિત ઈતિહાસ અંગેની સંપૂર્ણ માહિતી એકત્ર કરી અને સુવ્યવસ્થિત રીતે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર આર.એમ. તન્ના સમક્ષ રજુ કરવામાં આવતા તેમના દ્વારા ઉપરોક્ત શખ્સના પાસા મંજૂર કરી અને તેની સામે અટકાયતી વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.
જે સંદર્ભે પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા વોરંટની બજવણી કરી, આરોપીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ, વી.એન. સિંગરખીયા, એસ.વી. કાંબલીયા, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, હરપાલસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, સહદેવસિંહ જાડેજા, સચિનભાઈ નકુમ, ક્રિપાલસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, નાયબ મામલતદાર નિલેશભાઈ કરમુર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.