અગાઉ ડઝનબંધ લોકો સાથે લાખોની ઠગાઇ કરનાર ગઠિયાએ લોનના બહાને યુવકના 88 હજાર પડાવી લીધા
રાજકોટ શહેરનાં નાના ધંધાર્થીઓ પાસે બેસીને તેમને લોન કરાવી આપવાનાં બહાને અને ક્રેડીટ કાર્ડ આપવાના બહાને લાખો રૂપિયાના ફ્રોડ કરતા અને રાજકોટનાં ટેલીફોન એક્ષચેંજ પાસે સોમનાથ સોસાયટીમા રહેતા મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ સોલંકી સામે વધુ એક ફરીયાદ પોલીસ ચોપડે નોંધવામા આવી છે. જેમા ગાંધીગ્રામનાં આરસીકે પાર્ક સામે પરીશ્રમ સ્કુલની સામે રહેતા નિકુંજ નંદકીશોર હિંગુ નામનાં યુવાને પોલીસમા ફરીયાદ નોંધાવી હતી.
નિકુંજભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમની દુકાન ગાંધીગ્રામમા ગાંધીનગર શેરી નં 1 નજીક પોતાની દરજી કામની દુકાન આવેલી છે ત્યા બાજુમા પ્રીન્સભાઇની કપડા પ્રેસ કરવાની દુકાન છે . ત્યા અવાર નવાર મહાવીરસિંહ આવતો હોય જેથી તેમની સાથે ઓળખાણ થઇ હતી આ મહાવિર સાથે વાત થતા તેમની પર વિશ્ર્વાસ બેસતા તેમણે બેએક મહીના પહેલા તમારે ક્રેડીટ કાર્ડ જોઇતુ હોય તો કહેજો તેમાથી વસ્તુની ખરીદી સસ્તી પડશે તેમ જણાવ્યુ હતુ . જેથી ફરીયાદી આ મહાવિરની વાતમા આવી ગયા હતા અને તેમણે આધાર કાર્ડ અને પાનકાર્ડ આરોપી મહાવીર સોલંકીને આપ્યા હતા . ત્યારબાદ તેમણે ક્રેડીટ કાર્ડ માટે અમુક પ્રોસેસ મોબાઇલમા કરી હતી . ત્યારબાદ તા. 28-8 નાં રોજ સાંજનાં સમયે ફરીયાદી પોતાની દુકાને હતા ત્યારે ત્યા મહાવીર આવ્યો હતો . અને તેમણે મોબાઇલમા પ્રોસેસ કરી તમારુ ક્રેડીટ કાર્ડ આવી જશે તેમ જણાવ્યુ હતુ . ત્યારબાદ બીજા દીવસે તા. 29 નાં રોજ બપોરનાં સમયે મહાવિરસિંહ સોલંકી દુકાન ખાતે આવી તમારી ક્રેડીટ કાર્ડની પ્રોસેસ કયા સુધી પહોંચી કહી મોબાઇલ ફોન જોઇ કહયુ કે તમારા ખાતામા પૈસા જમા થયા છે તે ક્રેડીટ કાર્ડ વાળાને આપવા પડશે જેથી તમારા ક્રેડીટ કાર્ડ તેમજ ગુગલ પે એકાઉન્ટનાં પાસવર્ડ જોશે. તેમ કહી તેમણે પાસવર્ડ લીધા હતા.
ત્યારબાદ આઇડીએફસી બેંકમાથી ફોન આવ્યો કે અમારી બેંકમાથી 1.10 લાખ રૂપીયાની પર્સનલ લોન તમે લીધી છે . ત્યારબાદ જાણવા મળ્યુ કે આ મહાવીરસિંહ સોલંકીએ ફરીયાદીનાં મોબાઇલમાથી આધાર કાર્ડ અને પાનકાર્ડની મદદથી પર્સનલ લોન લઇ લીધી હતી . અને તેમણે આરોપીએ ફરીયાદીનાં ફોનમાથી મહાવિરસિંહ સોલંકીનાં ખાતામા 23500 નીરવ શાહનાં ખાતામા 30 હજાર અને રાહુલ વાઘેલાનાં ખાતામા 35 હજાર ટ્રાન્સફર કર્યા હતા . આમ મહાવિરસિંહ સોલંકીએ રૂ. 88 હજારની છેતરપીંડી કરતા પોલીસમા ફરીયાદ નોંધાઇ હતી.
