For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બેંકના ખાતા ભાડે રાખી ઓનલાઈન નાણાં પડાવતી ટોળકી ઝડપાઈ

04:26 PM Oct 16, 2024 IST | Bhumika
બેંકના ખાતા ભાડે રાખી ઓનલાઈન નાણાં પડાવતી ટોળકી ઝડપાઈ
Advertisement

બેંક કર્મચારીની સાથે થયેલી રૂ.50.89 લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલાયો

પૂછપરછમાં વધુ બેંક ખાતા ધારકોના નામ સાથે છેતરપિંડીનો આંક પણ વધશે

Advertisement

મોરબી રોડ ઉપર રાજલક્ષ્મી એવન્યુ સોસાયટીમાં રહેતા કોટક બેંકના કર્મચારીને ટેલીગ્રામમાં હોટલ તેમજ અન્ય કંપનીને રેટિંગ આપી ઓનલાઈન ટાસ્કમાં મોટી કમાણીની લાલચ આપી શરૂૂઆતમાં થોડી રકમ રિફંડ પેટે આપી રૂૂ.50.89 લાખ ખંખેરી લેતા સાઈબર ક્રાઈમ પોલીસમાં થયેલી ફરિયાદ બાદ આ મામલે પોલીસે રાજકોટ,ધોરાજી,જૂનાગઢ અને ભાવનારના પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલ ટોળકીના સુત્રધારે અન્ય ચાર શખ્સોના ખાતામાં ભાડે રાખી છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરી હતી. ઝડપાયેલ ટોળકીના પાંચ સભ્યો રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાયા છે.પુછપરછમાં વધુ બેંક ખાતા ધારકોના નામ સાથે છેતરપિંડીનો આંક પણ વધશે તેમ પોલીસ સુત્રો જણાવ્યું હતું.

મોરબી રોડ પરની રાજલક્ષ્મી એવન્યુ સોસાયટીમાં રહેતા અને કાલાવાડ રોડ પર આવેલ કોટક સેક્યુરીટીમાં નોકરી કરતા જયમીન ચમનભાઈ પરસાણા (ઉ.વ.30)એ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જયમીન પરસાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી સોશિયલ મીડિયામાં મેસેજ આવ્યો હતો અને તેમાં મેસેજ કરનાર શખ્સે પોતાની ઓળખ ગૂગલમાંથી વાત કરતા હોવાનું કહી સાઈડ ઈન્કમ મેળવવા માગતા હોય તો ટાસ્ક મુજબ કામ કરવાથી કમાણી થશે તેમ કહ્યું હતું. જયમીનને ઓફર આકર્ષક લાગતા તેણે ઇચ્છા વ્યક્ત કરતા તે શખ્સે એક લિંક મોકલી હતી. લિંક ઓપન કરતા એક રિવ્યૂનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. જે પૂરો કરતા જયમીનને એક રિવ્યૂના 50 મળી 3 રિવ્યૂના 150 આપવામાં આવ્યા હતા.

બાદમાં મોટા ટાસ્ક માટે રકમ જમા કરાવવાનું કહેતા જયમીને રૂૂ.1 હજાર ટ્રાન્સફર કરતા તેને લિંક મોકલવામાં આવી હતી અને રૂૂ.1 હજારના બદલામાં રૂૂ.1500 રિફંડ અપાયું હતું. ત્યારબાદ યુવકે રૂૂ.3500 ટ્રાન્સફર કર્યા હતા જેના બદલામાં તેને રૂૂ.5850 રિફંડઅપાયું હતું જેથી જયમીનને વિશ્વાસ બેસતા તે વધુ ને વધુ રકમ ટ્રાન્સફર કરવા લાગ્યો હતો. અલગ ટાસ્ક આપવામા આવેલ જેમાં રૂૂ.5 હજાર ટ્રાન્સફર કરેલ જેમા પણ નજીવું રીટર્ન મળેલ જેથી સામેવાળા વ્યક્તી પર વિશ્ર્વાસ આવી જતા તેમના કહેવા પ્રમાણેના બેંક ખાતા નંબર અને યુપીઆઈ આઈડીમાં કટકે-કટકે કરી કુલ રૂૂ.50.89 લાખ ટ્રાન્સફર કરેલ હતાં. બાદમાં રિફંડ આપવાનું બંધ કરી દેવાયું હતું. જયમીને પોતે આપેલી રકમ પરત માગતા વધુ રકમની માંગ કરાતા જયમીનને પોતાની સાથે છેતરપિંડી થયાનું માલુમ પડતા આ મામલે સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી જે એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર થઇ હતી તે એકાઉન્ટ ધારકોની વિગતો મેળવી આ મામલે રાજકોટના રૈયા ગામ લાઈટ હાઉસમાં ફ્લેટ નંબર 1304 માં રહેતા રિક્ષા ચાલક સુત્રધાર અરમાન રૂૂશ્તમ શેખ સાથે સાહિલ ફિરોઝ કોચલીયા તેમજ ધોરાજીના જાવીદ કાદર બીડીવાલા, જૂનાગઢના ધવલ દિનેશ મુછડિયા,ભાવનગરના અરવિંદ લઘરા સોલંકીની ધરપકડ કરી હતી.

ઝડપાયેલ ટોળકીના પાંચ સભ્યો રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરી વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું કે, રિક્ષા ચાલક સુત્રધાર અરમાન રૂૂશ્તમ શેખે ચાર ખાતા ધારકોને લાલચ આપી બેંક ખાતા ભાડે લઇ છેતરપીંડીની રકમ ટ્રાન્સફર કરવી હતી. સાઈબર ક્રાઈમની તપાસમાંમાં વધુ બેંક ખાતા ધારકોના નામ સાથે છેતરપિંડીનો આંક પણ વધશે.

સાઈબર ક્રાઈમ પોલીસ મથકના ઇન્ચાર્જ એસીપી ભરત બી.બસીયાની સુચનાથી પી.આઈ આર.જી.પઢીયાર સાથે સ્ટાફના સત્યજીતસિંહ ગોહિલ,હર્ષરાજસિંહ જાડેજા,જયપાલસિંહ સોલંકી,પૃથ્વીસિંહ ચૌહાણે કામગીરી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement