રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જીમમાં મફત બોડી બનાવવા લુખ્ખા ટોળકીની ધાકધમકી

05:08 PM Sep 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મવડી ચોકડી પાસે જીમમાં યુવતીને ધમકાવ્યા બાદ માલિકની ઓફિસે જઈ ધમકી આપી, બે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટમાં પોલીસની ધાક ઓસરી હોય તેમ લુખ્ખા તત્વો બેફામ બની રહ્યાં છે અને લુખ્ખા તત્વોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં મવડી ચોકડી પાસે આવેલા ધી જીમ વર્લ્ડમાં લુખ્ખા શખ્સોએ મફતમાં બોડી બનાવવા રિસેપ્શનીસ્ટ મહિલા કર્મચારી સામે સિનસપાટા કરી ધાક ધમકી આપ્યાબાદ ધી જીમ વર્લ્ડના માલિકની ઓફિસે પહોંચી આગલા વર્ષની ફી પરત માંગી મફતમાં જીમમાં એન્ટ્રી આપવા મુદ્દે ધાક ધમકી આપી હોવાની તાલુકા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં આવેલા ગીતાનગરમાં રહેતા અને મવડી મેઈન રોડ ઉપર જીથરીયા હનુમાનજીના મંદિર સામે આવેલા ધી જીમ વર્લ્ડમાં મેનેજર તરીકે નોકરી કરતાં ભરતભાઈ મોતીભાઈ દેવડાએ રાજદીપસિંહ ડાભી, જયરાજસિંહ ચૌહાણ, ઉત્સવ રાજપુત, શિવમ શર્મા, પ્રથમ ગજ્જર, નરેશ ભાનુશાળી અને હરદેવસિંહ જાડેજા વિરૂધ્ધ તાલુકા પોલીસ મથકમાં અરજી કરી છે. જે અરજીમાં જણાવ્યા મુજબ ધી જીમ વર્લ્ડ નિત્યક્રમ મુજબ સવારે 6 થી રાત્રિનાં 10 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. જેમાં આવતાં કસ્ટમરો પાસેથી મંથલી, છ માસીક અને વાર્ષિક ફી લેવામાં આવે છે અને ગઈકાલે ધી જીમ વર્લ્ડમાં રિસેપ્શનીસ્ટ મહિલા કર્મચારી સ્વાતીબેન હાજર હતાં ત્યારે રાજદીપસિંહ ડાભી, જયરાજસિંહ ચૌહાણ, ઉત્સવ રાજપુત, શિવમ શર્મા, પ્રથમ ગજ્જર, નરેશ ભાનુશાળી અને હરદેવસિંહ જાડેજા ધસી આવ્યા હતાં અને જીમમાં પ્રવેશ કરતાં હતાં ત્યારે સ્વાતીબેને પુછપરછ કરી જીમમાં ફી લેવામાં આવે છે તે અંગે માહિતી આપી હતી પરંતુ લુખ્ખા ટોળકીએ સ્વાતીબેનની કોઈપણ વાત સાંભળ્યા વગર જીમની અંદર પ્રવેશતા હતાં ત્યારે સ્વાતીબેને તેમને રોકવાનો પ્રયત્ન કરતાં સાતેય લુખ્ખા શખ્સોએ મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન કરી એકપણ રૂપિયો દેશે નહીં મફતમાં જીમ જોઈન્ટ કરશે તેવી ધમકી આપી હતી અને જો અમને રોકશે તો ખૈલ કરવામાં આવશે તેમ કહી બિભત્સ ગાળો ભાંડી હોવાનું અરજીમાં જણાવ્યું હતું.

આ અંગે જીમ માલીક જલજીતભાઈ અમીપરાની પુછપરછ કરતાં જીમમાં ફી વગર ઘુસવાનો પ્રયત્ન કરી ધમકી આપનાર સાતેય શખ્સોએ અગાઉ ફી ભરીને જીમ જોઈન્ટ કર્યુ હતું. પરંતુ સમયગાળો પૂર્ણ થયા બાદ માત્ર હરદેવસિંહ જાડેજાની મેમ્બરશીપ ચાલુ હતી જેથી હરદેવસિંહ જાડેજા ધી જીમ વર્લ્ડમાં આવતાં હતાં ત્યારે તેની સાથે ઉપરોકત જણાવેલ શખ્સો પણ ધસી આવતાં હતાં અને રિસેપ્શનીસ્ટ સ્વાતીબેને તેઓને અટકાવતાં તેઓએ અભદ્ર વર્તન કરી ધાક ધમકી આપી હતી.

અને બાદમાં આનંદનગરમાં જલજીત હોલ પાસે આવેલી જલજીતભાઈ અમીપરાની ઓફિસે ધસી ગયા હતાં. જ્યાં સાતેય શખ્સોએ આગલા વર્ષની ભરેલી ફી પરત કરવા અને મફતમાં જીમમાં એન્ટ્રી આપવા મુદ્દે ધાક ધમકી આપી હતી અને એક શખ્સે પોતાને બસ સ્ટેશન ઉપર આર.આર.ઈવેેન્ટ નામની ઓફિસ છે. તમારે જે કરવું હોય તે કરી લેજો. તેમ કહી ધમકી આપી હતી અને તમામ આરોપીએ પોતાના નામ નંબર પણ આપ્યા હોવાનું જલજીતભાઈ અમીપરાએ જણાવ્યું હતું.

જલજીતભાઈ અમીપરાએ જણાવ્યું હતું કે, જીમમાં લુખ્ખી દાદાગીરી કરી ધાક ધમકી આપનાર સાતેય શખ્સો વિરૂધ્ધ મેનેજર ભરતભાઈ દેવડાએ અરજી કરી છે અને મને ઓફિસમાં આવી ધમકી માર્યા અંગેની ભક્તિનગર પોલીસ મથકમાં સાતેય શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવશે. લુખ્ખા શખ્સોએ બોડી બનાવવા ધ જીમ વર્લ્ડમાં લુખ્ખાગીરી આચર્યાની ઘટના સામે આવતાં પોલીસે કાનૂની તપાસનો દૌર લંબાવ્યો છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement