રાજકોટ,મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી કરનાર ટોળકી પકડાઈ
પાંચ જેટલી સીમ ચોરીને અંજામ આપનાર ટોળકી પાસેથી રૂ.3.75 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ જીલ્લાના જસદણ,ગોંડલ તાલુકા, કોટડા સાંગાણી, બાબરા, વાંકાનેર, ચોટીલા વિસ્તારમાં સીમ ચોરીના ગુન્હાને અંજામ આપનાર કુલ છ ઇસમોને રૂૂ.3,75,700 ના મુદામાલ સાથે ગ્રામ્ય એલસીબીએ પકડી પાડી હતી.
સૌરાષ્ટ્રમાં અલગ અલગ સ્થળે ચોરી કરનાર ટોળકીના સભ્યો ઉત્તરપ્રદેશના ભગવાનદીન રાધેશ્યામ ગુપ્તા, દિલીપ યાદવ રાધેશ્યામ યાદવ, હનામ સાધુશેખ શેખ, જમાલુદીન જલાબુદીન પઠાણ, અબ્દુલ ઉર્ફે નંબરીદાર રફાઇતુલ્લા કુરેશી અને અહમદ ઉનમહમદ અંસારીની ધરપકડ કરી હતી.
આ ટોળકીની આગવી ઢબે પુછપરછ કરતા અલગ જગ્યાએ સીમ ચોરી કરલ હોવાની કબુલાત આપેલ હોય જેમાં જસદણના ગોખલાણા ગામ તથા તેની બાજુના ગામમા મળી સાત કુવા તથા ત્રણ બોર મળી કુલ દસ મોટર ની ચોરી,આજથી ત્રણેક મહિના પહેલા વાંકાનેર પાસે નાળાની બાજુમાંથી અલગ અલગ બોર/કુવા માંથી ચાર મોટર ની ચોરી,આજથી દોઢેક મહિના પહેલા સાયલા પાસેથી અલગ અલગ બોર/કુવા માંથી બે મોટરની ચોરી કરેલ છે.પંદરેક દિવસ પહેલા અરડોઇ ગામની સીમમાંથી અલગ અલગ બોર/કુવા માંથી છ મોટર ની ચોરી કરેલ છે.પંદરેક દિવસ પહેલા ગોંડલથી આગળ આવેલ ભાદર ડેમ પાસેથી અલગ અલગ બોર/કુવા માંથી નવ મોટર ની ચોરી કર્યાનું કબુલ્યું હતું.
રેંજ આઈજી અશોકકુમાર યાદવ,જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડની સુચના થી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પી.આઈ વી.વી.ઓડેદરા,ડી.જી.બડવાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફે કામગીરી કરી હતી.