For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢના છ શખ્સોની ટોળકી પશ્ર્ચિમ બંગાળમાં લૂંટ ચલાવવા જતાં ઝડપાઈ

12:42 PM Aug 06, 2024 IST | Bhumika
જૂનાગઢના છ શખ્સોની ટોળકી પશ્ર્ચિમ બંગાળમાં લૂંટ ચલાવવા જતાં ઝડપાઈ
Advertisement

હથિયારો સાથે સોનાની લાલચે ગયેલ ટોળકી આસામ બોર્ડર પાર કરે તે પૂર્વે પકડાઈ ગઈ

પશ્ર્ચિમ બંગાળના કુચબિહાર જિલ્લાના પુડીબારી પોલીસ મથક વિસ્તારમાં લૂંટનો પ્રયાસ કરનાર જૂનાગઢના 6 શખ્સોની પશ્ર્ચિમ બંગાળ પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકી અકસ્માતમાં સોનાના લાલચે ત્યાં ગઈ હતી અને સ્થાનિક ગેંંગસાથે આ ટોળકીનો ભેટો થતાં લુંટનો પ્રયાસ થયો હતો. આ મામલે પશ્ર્ચિમ બંગાળ પોલીસે જૂનાગઢ પોલીસનો સંપર્ક કરી આ માહિતી આપી હતી.

Advertisement

જૂનાગઢની આ ટોળકીને આસામ બોર્ડર પાસે પુડીબારી નજીકથી પકડીલેવામાં આવી હતી.
આ શખ્સો વિરૂૂદ્ધ પશ્ચિમ બંગાળનાં કુચબિહાર જિલ્લાના પુંડીબારી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતાની કલમ 310(4), 310(5) કલમ મુજબ 594/2024 નંબરથી લૂંટ અને ધાડનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જૂનાગઢના આ શખ્સો રૂૂપિયા 15 લાખ સાથે સસ્તુ સોનું લેવા માટે ગયા હોવાની પ્રાથમિક માહિતી મળે છે પકડાયેલા શખ્સોમાં જૂનાગઢના ઝહિમ ફિરોજભાઈ બ્લોચ, કિશન નારણદાસ રાણીંગા , ઋષભ જગદીશભાઈ હેમાણી, જયેશ કાનજી ચૌહાણ, સરફરાઝ ઇકબાલ કુરેશી, અબ્દુલકરીમ હશનભાઈ જેઠવાને, પશ્ચિમ બંગાળ પોલીસે પકડી પાડ્યા હતાં.

પશ્ચિમ બંગાળમાં ધાડ અને લૂંટના ગુનામાં પકડાયેલા જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારના 6 શખ્સ અંગે પશ્ચિમ બંગાળ પોલીસે વેરિફિકેશન અંગે જૂનાગઢ એસઓજી પાસેથી મેળવી હતી. જૂનાગઢ એસઓજીના પી.આઈ. પી.કે. ચાવડા સહિતના સ્ટાફે આ એંગે વિગતો પશ્ર્ચિમ બંગાળ પોલીસને આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement