ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરમાં નકલી પોલીસ-પત્રકાર બની તોડ કરનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

04:20 PM Jun 04, 2025 IST | Bhumika
Advertisement

જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમા રહેતા એક આસામીના ઘરે પહોચેલા રાજકોટ ક્રાઈમ બ્રાંચના નકલી પોલીસ જવાનોએ રેઇડના નામે 20 હજાર રૂૂપિયાનો તોડ કરી અને એક આસામી પાસેથી પણ દારૂૂના નામે આ જ નકલી પોલીસ અને કથિત પત્રકારે તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ સીટી બી. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવાઇ હતી.

Advertisement

જેમાં જામનગર પોલીસે રાજકોટના ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે, અને ઓળખ પરેડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન નજીક વેલનગરમાં રહેતો હર્ષ જીગ્નેશભાઈ રાઠોડ ગત તા.31/5/2025ના રોજ બપોરે પોતાના ઘરે હતો, ત્યારે બપોરે બે વાગ્યાના સુમારે એક કાર પોતાના ઘર પાસે આવીને ઉભી રહી હતી. જે કારમાંથી ઉતરેલ બે શખ્સોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઈમ બ્રાંચના સ્ટાફના માણસો હોવાની કહી મોબાઈલમાં ઘરનું રેકોર્ડીંગ કરવા લાગ્યા હતા.

રેકોર્ડીંગ કરી પોતાને પોલીસ તરીકે ઓળખાવનાર બંને શખ્સોએ હર્ષ અને તેના પિતાને દારૂૂ સબંધિત કાર્યવાહી કરવાની ધમકી આપી હતી, અને જો પોલીસ કેસમાં ન પડવું હોય તો 50 હજાર રૂૂપિયાની માંગણી કરી હતી. અને 20,000 મેળવી લીધા હતા.જે ત્રણેય શખ્સોએ અન્ય એક યુવાનને પણ આ રીતે નકલી પોલીસ અને પત્રકાર બનીને તોડ કરવાનો પ્રયાસ કર્યો હતો, અને આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પ્રકરણની તપાસ ચલાવી રહેલા પીએસઆઇ ડી.જી. રાજ અને તેઓની ટીમે ઉપરોક્ત આરોપીઓ પૈકી રાજકોટમાં માધાપર ચોકડી પાસે રહેતા આકાશ પ્રફુલભાઈ ધ્રાંગડ, વિજય બુધાભાઈ મકવાણા (હડમતીયા- રાજકોટ) અને સુરેશ રણમલભાઈ કાનાણી (ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ) ની ધરપકડ કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી એક કાર કબજે કરાઇ છે. જે ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લેવા માટે તજવીજ શરૂૂ કરાઈ છે. જ્યારે મામલતદાર સમક્ષ ત્રણેની ઓળખ પરેડ કરાવવા માટેની પણ કાર્યવાહી ચાલી રહી છે.

Tags :
crimegujaratgujarat newsjamnagarjamnagar newsrajkot
Advertisement
Next Article
Advertisement