મોરબીના મકનસરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી જુગાર ક્લબ ઝડપાઇ
મોરબી તાલુકાના મકનસર ગામની સીમ તુલસી કોમ્પ્લેક્ષમાં આવેલ ભકિત ટ્રાન્સપોર્ટની ઓફીસમાં જુગાર રમતા સાત ઇસમોને રોકડા રૂૂપીયા- 1,70,500/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના મકનસર ગામની સીમ આવેલ તુલસી કોમ્પ્લેક્ષમાં શ્રી ભકિત ટ્રાન્સપોર્ટની ઓફીસ ભાડેથી રાખી તે ઓફીસમાં બહારથી માણસો બોલાવી હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારુ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.
જે બાતમીના આધારે રેઇડ કરતા જુગાર રમતા સાત ઇસમો દિપકભાઇ પ્રમોદભાઇ સીધાપુરા ઉ.વ. પર રહે. મોરબી-02 રૂૂષભનગર શેરી નં-01, શૈલેષભાઇ નારણભાઇ ઓધવીયા ઉ.વ. 40 રહે. ઉમા ટાઉનશીપ પરીશ્રમ એપાર્ટમેન્ટ, ભરતભાઇ પરબતભાઇ અમૃતીયા ઉ.વ. 50 રહે. મોરબી દરબારગઢ પારેખશેરી, શૈલેષભાઇ પુનાભાઇ ટાંક ઉ.વ. 39 રહે. રાજકોટ યુનીવર્સીટી રોડ, રૂૂષીકેશ સોસાયટી, હસમુખભાઇ રતીલાલ કાસુન્દ્રા ઉ.વ. 48 રહે. મોરબી-02 ઉમાટાઉનશીપ પટેલ, યજ્ઞેસભાઇ રમેશભાઈ ભોજાણી ઉ.વ. 30 રહે. મોરબી રવાપર રોડ, ડીવાઇન એપાર્ટમેન્ટ, રાજેશભાઇ સુખરામભાઇ સોનાર્થી ઉ.વ. 33 રહે. કોટડી સીતલા માતા મંદીરની બાજુમાં મકાન નં-95 પોસ્ટ ધીકવા તા.જી.રતલામ મધ્યપ્રદેશ વાળાને રોકડ રકમ રૂૂ.1,70, 500/- નો મુદામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો વિરૂૂધ્ધ જુગાર ધારા કલમ-4,5 મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.