માલિયાસણ પાસે યુવાન ઉપર મિત્ર છરી વડે તૂટી પડયો; વચ્ચે પડેલા વ્યક્તિને ઇજા
શહેરના આંબેડકર મેઈન રોડ વિસ્તારમાં રહેતો અને બેનર લગાવવાનું કામ કરતા યુવક પર મિત્ર સાથે દેવપરાથી માલિયાસણ જઇ રહ્યો હતો.ત્યારે મિત્રએ જ કોઈ કારણસર યુવાન ઉપર છરી વડે હુમલો કરી આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જ્યારે યુવકને બચાવવા વચ્ચે પડેલા વ્યક્તિ ઉપર પણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી હુમલાખોરને ઝડપી લીધો છે .
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરના એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતો રોહિત પ્રવિણભાઈ રાઠોડ (ઉ.22) નામનો યુવક રાત્રીના દસેક વાગ્યાની આસપાસ બેડી ચોકડીથી સોખડા ચોકડીની વચ્ચે આવેલ ડામર રોડ પર હતો ત્યારે તેના મિત્ર પ્રકાશે તીક્ષણ હથિયાર વડે ઘાતક હુમલો કરતા ગળે, પીઠના ભાગે તેમજ પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.
બનાવના પગલે લોકોના ટોળા એકઠા થતા હુમલાખોર મિત્ર નાશી છુટયો હતો.અને ઘવાયેલા યુવકને 108 મારફત સારવાર અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડયા હતો. બનાવ અંગેની હોસ્પિ.ચોકીના સ્ટાફે નોંધ કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પીએસઆઈ એમ.જી.સોલંકી સહિતનો સ્ટાફ હોસ્પિ.માં દોડી ગયો હતો.સાથો-સાથ ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી ઝોન-1 સહિતની ટીમો પણ હોસ્પિ.માં દોડ ગઈ હતી.
પ્રાથમિક તપાસમાં રોહિત રાઠોડ મિત્ર પ્રકાશ પરમાર (રહે. જંગલેશ્વર) સાથે દેવપરાથી માલિયાસણ જઇ રહ્યો હતો. ત્યારે મિત્રએ જ કોઈ કારણસર છરી વડે હુમલો કરી આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જ્યારે યુવકને બચાવવા વચ્ચે પડેલા વ્યક્તિ ઉપર પણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા બંને વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે યુવકના નાનાભાઈ ઋત્વિક પ્રવિણભાઈ રાઠોડની ફરિયાદ પરથી મિત્ર પ્રકાશ સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક પર હુમલો થયો ત્યારે રોડ પર મદદ માટે રાડો પાડતો હતો.ત્યારે એક રાહદારી વચ્ચે પડતા શખસે તેના પર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે હુમલાખોર ઝડપી લીધો છે .