ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કલ્યાણપુરના ખેડૂતને મજૂર મોકલવાના નામે નાણા પડાવનાર ઠગની દાહોદથી અટકાયત

11:41 AM Apr 23, 2025 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સણોસરી વિસ્તારમાં રહેતા એક ખેડૂતને ગત ડિસેમ્બર માસમાં એક આસામીએ ફોન કરીને તેમને ખેતીકામ માટે મજૂર મોકલવાનું કહીને રૂૂપિયા 26,870 ની રકમ ઓનલાઈન પડાવી લઈ અને છેતરપિંડી આચર્યાનો બનાવ અહીંના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રકરણના અનુસંધાને સાયબર ક્રાઈમ વિભાગના પી.આઈ. વી.કે. કોઠીયા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ગુનાના મૂળ સુધી પહોંચીને સમગ્ર નેટવર્કનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો.
સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે દાહોદના લીમખેડા વિસ્તારમાંથી પંચમહાલ જિલ્લાના ચાંદપુર વિસ્તારમાં રહેતા અને વણાટકામ કરતા પુષ્પેન્દ્રકુમાર પ્રકાશભાઈ પટેલ નામના 27 વર્ષના શખ્સને દબોચી લઈ, ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

Advertisement

આ પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન જાહેર થયેલી વિગત મુજબ માત્ર આઠ ધોરણ સુધી ભણેલો પુષ્પેન્દ્રકુમાર પટેલ છેલ્લા એક વર્ષથી જુદા જુદા ખેડૂતો અને કોન્ટ્રાક્ટરોના મોબાઈલ નંબર મેળવી અને ખેતીકામ તેમજ કડિયા કામ માટે મજૂરો મોકલવાનું કહીને જે-તે આસામીઓને વિશ્વાસ અપાવવા માટે મજૂર તથા બસ કંડક્ટરની ખોટી ઓળખ આપી, મજૂરોના બસની ટિકિટનો ચાર્જ, જમવાનો ખર્ચ વિગેરે નામે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લેતો હતો. ત્યાર બાદ આ સ્થળે મજૂરો નહીં મોકલી અને આયોજનબદ્ધ રીતે છેતરપિંડી આચરતો હતો.

શખ્સએ અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યાની કબુલાત પણ પોલીસ સમક્ષ આપી હતી. ઝડપાયેલા આ શખ્સ પાસેથી પોલીસે અલગ અલગ બેંકના નવ એટીએમ કાર્ડ, બે સીમકાર્ડ તેમજ એક મોબાઈલ ફોન કબજે કરી, આગળની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ. વી.કે. કોઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહીમાં પી.એસ.આઈ. ગોહિલ અને કાંબલીયા સાથે ધરણાંતભાઈ બંધીયા, ભરતભાઈ ચાવડા, સહિતનો સ્ટાફ જોડાયો હતો. ત્યારે કોઈપણ વ્યક્તિને અજાણ્યા નંબર પરથી મજૂરો મોકલવા માટેનો ફોન આવે તો આવા વ્યક્તિઓ પર ભરોસો કરવો નહીં અને એડવાન્સમાં કોઈપણ જાતનો નાણાકીય વ્યવહાર ન કરવા તથા સાવચેતી કેળવવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આમ જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

Tags :
crimeDwarkagujaratgujarat newsKalyanpur farmer
Advertisement
Next Article
Advertisement