ગોંડલ રોડ મક્કમ ચોક પાસે સામું જોવા મામલે એડવોકેટ સાથે ધોલધપાટ
ગોંડલ રોડ મક્કમ ચોક પાસે સામુ જોવા જેવી નજીવી બાબતે કારચાલક અને તેની સાથે બે અજાણ્યા શખ્સોએ એડવોકેટને બેઝબોલના ધોકા વડે મારમારતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.આ મામલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
વધુ વિગતો મુજબ,ઢેબર રોડ શ્રમજીવી સોસાયટીની પાછળ ગોપાલનગર શેરી.12માં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા ઈન્દ્રજીતસિંહ પૃથ્વીસિંહ મકવાણા(ઉ.વ. 27)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું હાલ વકીલ સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કરૂૂ છું.તા.16/06ના રોજ સવારના અગિયારેક વાગ્યે હું મારા ઘરેથી કોર્ટે જવા માટે મારૂૂ જ્યુપીટર લઈને નીકળેલ હતો અને ત્યારે મક્કમ ચોકથી આગળ સત્યવિજય આઈસ્ક્રીમ ધર્મશાળા પાસે પહોંચતા એક ઈનોવા કાર કે જે મારી આગળ ઉભી રાખેલ અને તેમાથી એક અજાણ્યો માણસ ઉતરેલ અને મારી પાસે આવી મને કહેવા લાગેલ કે તુ મારી સામે કેમ જુએ છે. જેથી મે આ અજાણ્યા માણસને કહેલ કે સામુ જોવામાં તમને કાંઈ વાંધો છે.
તેમ કહેતા આ અજાણ્યો માણસ મને જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ અને ત્યાર બાદ આ અજાણ્યા માણસ તેની ઇનોવા ગાડીની ડેકી માંથી બેઝબોલનો ધોકો લઇને મારી પાસે આવેલ અને માથાના ભાગે જેમ ફાવે તેમ મારવા લાગેલ અને થોડીવાર બાદ બીજા બે અજાણ્યા માણ સો પણ તેની સાથે આવેલ અને મને જેમફાવે તેમ ગાળો આપવા લાગેલ અને મને આ સામાવાળા માર મારતા હોય ત્યાં માણસો ભેગા થઇ જતા આ સામાવાળાઓ ત્રણેય જણાઓ માંથી બે જણાઓ ત્યાંથી ભાગી ગયેલ અને ઇનોવા કારનો ચાલક જતા જતા ત્યાં એક મોટર સાઇકલ ઉભુ હતુ. તેને ભટાકાડીને ત્યાંથી તેની ઇંનોવા લઇને ભાગી ગયેલ હતો.
ત્યારબાદ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવતા સીટી સ્કેન તથા એક્ષ-રે રીપોર્ટ કરાવતા મને માથાના ભાગે દસેક જેટલા ટાંકાઓ આવેલ છે. અને મને શરીરે અલગ અલગ જગ્યા એ સામાન્ય મુંઢ ઇજા થયાનું જાણવા મળ્યું હતું.આ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂૂ કરી છે.