ભવાનીનગરમાં વાહન પાર્ક કરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ મહિલાને ઇજા
04:34 PM Mar 07, 2025 IST | Bhumika
શહેરમા રામનાથપરા વિસ્તારમા આવેલા ભવાનીનગરમા વાહન પાર્ક કરવા મુદે પાડોશી મહીલા વચ્ચે મારામારી થઇ હતી જેમા બંને પક્ષે 3 મહીલાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાય હતી.આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ભવાનીનગરમા રહેતા ગીતાબેન મનસુખભાઇ બારૈયા (ઉ.વ. 43) અને પુરીબેન મનોજભાઇ બારૈયા (ઉ.વ. 46) રામનાથ મહાદેવ મંદિર પાસે હતા ત્યારે નણંદ સવિતાબેન અને તેની પુત્રવધુ કાજલબેને ઘર પાસે ગાડી પાર્ક કરવા મુદે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. જયારે વળતા પ્રહારમા કાજલબેન રાહુલભભાઇ બારૈયા (ઉ.વ. 30) ઉપર મનસુખ અને વિવેક તેમજ ગીતાબેને લાકડી વડે હુમલો કર્યો હતો મારામારીમા ઘવાયેલી ત્રણેય મહીલાને સારવાર માટે ખસેડવામા આવી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement