સરકારી પ્રેસ કોલોનીના મહિલા ક્લાર્ક ગુંદાવાડીમાં પાણીપૂરી ખાવા જતાં મોબાઈલ ચોરાયો
ચોરાયેલો મોબાઈલ સ્વિચઓફ આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી
ગુંદાવાડી મેઇન રોડ પર પાણીપુરી ખાવામાટે ગયેલી યુવતીના પર્સમાંથી કોઇ અજાણ્યો શખ્સ રૂૂા.17 હજાર ની કિંમતનો મોબાઇલ ફોન ચોરી જતા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
વધુ વિગત મુજબ,જામનગર રોડ પર સરકારી પ્રેસકોલોનીમાં રહેતા અને સરકારી પ્રેસમાં કલાર્ક તરીકે ફરજબજાવતા કવીતાબેન નાગાજણભાઇ જાડેજા (ઉ.29) એ ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કવીતાબેન સરકારી પ્રેસમાં કલાર્ક તરીકે ફરજબજાવે છે. ત્રણ દિવસ પહેલા ગુંદાવાડી બજારમાં ખરીદી કરવા ગયા હતા.બાદ મેઇન રોડ પર પાણીપુરી ખાવા ગયા હતા.
બાદ બાજુમાં ઠંડાપીણાની દુકાને કોલ્ડ્રીંકસ પીવા જતા તેણે બેગમાં રાખેલ મોબાઇલ કાઢવા જતા બેગમાં મોબાઇલ ન મળતા તુરત જ પાણીપુરીવાળા આસપાસ તપાસ કરતામોબાઇલ મળી ન આવતા કોઇ અજાણ્યા શખ્સ બેગમાંથી રૂૂા. 17 હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરી ગયો હોવાની ખબર પડતા કવીતાબેન પોલીસમાં ઓનલાઇન ફરિયાદ કરતા ગઇકાલે ભકિતનગર પોલીસ મથકનાં એએસઆઇ વાય.સી.જરગેલા એ અજાણ્યા શખ્સ વિરૂૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.