For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુત્રાપાડાનાં લાખાપરામાં વાડીએ રખોપુ કરવા ગયેલા ખેડૂતને દીપડાએ ફાડી ખાધો

12:19 PM Jun 04, 2025 IST | Bhumika
સુત્રાપાડાનાં લાખાપરામાં વાડીએ રખોપુ કરવા ગયેલા ખેડૂતને દીપડાએ ફાડી ખાધો

નિંદ્રાધીન હાલતમાં ખેડૂતની ગરદન પકડી દીપડો અડધો કિ.મી. દૂર ખેંચી ગયો : દીપડાને પકડવા વન વિભાગે છ પાંજરા ગોઠવી દીધા

Advertisement

સુત્રાપાડા તાલુકામાં છેલ્લા એક વર્ષમાં દીપડાઓ દ્વારા લોકો ઉપર હુમલાના બનાવો વધી ગયા છે.સુત્રાપાડા તાલુકામાં દીપડાઓ ની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે.વન વિભાગના જણાવ્યા મુજબ આશરે 100 ની આસપાસ દીપડાઓ હોવાનું જાણવા મળ્યું છે.

અત્યાર સુધીમાં દીપડા દ્વારા થયેલ હુમલામાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે.જેમા થોડા સમય પહેલા મોરાસા ગામમાં એક બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી.જે દીપડો હજુ પાંજરે પુરાયો બાદ વધુ એક દીપડા દ્વારા ગઈ રાત્રે સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામે નારણ જીવા ભાઈ પિઠીયા નામના ખેડૂત યુવાન પોતાની વાડીએ રખપુ કરવા ગયા હતા જેમના ઉપર મોડી રાત્રે સુતેલી હાલતમાં આદમખોર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

Advertisement

મળતી માહિતી મુજબ સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામમાં રહેતા નારણભાઇ જીવાભાઈ પીઠીયા નામના ખેડુત યુવાન પોતાની વાડીએ ખેતરમાં વાવેલા અડદનું ઉત્પાદન લીધેલ ઢગલો પડેલ હતો જેનું ધ્યાન રાખવા માટે રાત્રે ઘરેથી જમી કારવી રખોપુ કરવા ખેતરે ગયા હતા અને આ યુવાન અડદના ઢગલાની બાજુમાં સુઈ ગયેલ તે દરમિયાન મોડી રાત્રે એક આદમખોર દીપડાએ ત્યાં આવી અને સુતેલા ખેડુત યુવાનની ગરદન પકડી આશરે અડધો કિલોમીટર ઢચડી લઈ ગયો હતો જ્યાં તેમનું મોત થયું હતું.સવારે જયારે નારણભાઇ જીવાભાઈ પીઠીયા પોતાના ઘરે ન આવતા ઘરના સભ્યો દ્વારા ફોન કર્યો હતો પરંતુ ફોન કોઈએ ન ઉપાડતા ઘરના સભ્યો વાડીએ જઈ તપાસ કરતા ખેડુત યુવાન ના મૃતદેહ પોતાના ખેતરથી અડધો કિલોમીટર દૂર દેખાતા તત્કાલ વન વિભાગને જાણ કરતા વન વિભાગના આર.એફ.ઓ. પંપાણીયા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ખેડૂત યુવાન ના મૃતદેહને પોસ્મોટમ માટે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અને ખેડૂતને ફાડીખાનાર દીપડાને પકડવા વન વિભાગના અધિકારીઓએ છ પાંજરાઓ ગોઠવી આ આદમખોર દીપડાને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દીપડાના હુમલામાં મરણ જનાર નારણભાઇ જીવાભાઈ પીઠીયા પોતે ત્રણ ભાઈઓમાં નાના ભાઈ હતા. જેમા નારણભાઇ અલગ રહે છે. મરણ જનાર નારણભાઇ ને ત્રણ સંતાનો છે. જેમા બે દીકરા, એક દીકરી છે. મૃતક નારણભાઇ પીઠીયા વાડીએ ખેતરમાં વાવેલા અડદનું ઉત્પાદન લઈ અડદનો ઢગલો ખેતરમાં પડેલો હતો જેનું ધ્યાન રાખવા ગયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement