રાજકોટ બિયારણ લેવા આવેલા ખેડૂતને રિક્ષા ગેંગ ભટકાઇ, ખીસ્સામાંથી 54 હજાર તફડાવી લીધા
સુરેન્દ્રનગરના સેજકપર ગામે રહેતા ખેડૂતને રીક્ષાગેંગ ભટકાઈ ગઈ હતી અને બે દિવસ પહેલા ખેડૂતને બિયારણ લેવું હોય રાજકોટ પોતાના દીકરાને ત્યાં આવ્યા હતા અને ત્યાંથી પૌત્રને લઇ ગ્રીનલેન્ડ ચોકડીથી રીક્ષામાં બેસી બિયારણ લેવા સીટીમાં જતા હતા ત્યારે કુવાડવા રોડ દરગાહ પાસે રીક્ષામાં સવાર અન્ય મુસાફરે ઉલટી ઉબકાનું નાટક કરી ખેડૂતના ખીસામાંથી 54 હજાર કાઢી લઇ ચાલકે બહાનું બતાવી ઉતારી દીધા હતા.આ મામલે બી ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાયો હતો.
વધુ વિગતો મુજબ,ફરિયાદી ખેતાભાઈ ગોકળભાઈ સભાડ(ઉ.66)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ગઈ તા.15/06ના રોજ હું રાજકોટ ખેતીનુ બીયારણ લેવુ હોય જેથી આવેલ હતો અને મારા દિકરાના ઘરે રોકાયેલ હતો અને ગઈ તા.16/06ના સવારના હું કુવાડવા રોડ સાત હનુમાન મંદિર પાસે દિવેલીયાપરામાં ખેતીનુ બિયારણ ખરીદવા માટે મારા દિકરા પાસેથી રૂૂપિયા 54,000/- લઈને નીકળેલ અને ત્યાંથી મારો પૌત્ર સાથે આવવાની જીદ કરતા તેને પણ મેં સાથે લીધેલ અને મારો દિકરો રઘુ મને બાઈક લઈ અને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આસપાસ મુકવા આવેલ અને તે મને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ઉતારી જતો રહેલ હતો.
બાદ હું ચોક પાસે ઉભો હતો ત્યારે એક કાળા કલરની પીળા હુડ વાળી રીક્ષા આવેલ જેમાં પહેલેથી જ પેસેન્જર સીટમાં એક શખ્સ બેસેલ હતો. જે રીક્ષા ડ્રાઈવરે મને પુછેલ કે ક્યાં જાવુ છે જેથી મેં તે રીક્ષા ડ્રાઇવરને કુવાડવા રોડ સાત હનુમાન મંદિર દિવેલીયાપરામાં જવાનુ જણાવતા તેણે પ્રથમ મને ત્યાં જવાનુ વીસ રૂૂપિયા ભાડુ કહેલ બાદ રકજક કરતા તે દસ રૂૂપિયામાં માની ગયેલ અને હું તે રીક્ષામાં મારા પૌત્ર સાથે પાછળની શીટ પર બેસલ હતો.બાદ તે રીક્ષા ત્યાંથી કુવાડવા રોડ પર દરગાહ પાસે પહોચેલ ત્યાં પાછળ બેસેલ શખ્સ ઉલ્ટી થાય છે તેમ કહી મારા ખોળામાં પડી મારી સાથે ધક્કા મુકી કરવા લાગ્યો હતો અને રીક્ષામાંથી બહાર મોઢુ કાઢી થુકવા લાગ્યો હતો.
જેથી રીક્ષા ડ્રાઈવરે રીક્ષા ઉભી રાખી દિધેલ અને તમે અહી ઉતરી જાવ આ ભાઈને ઉલ્ટી થાય છે તમારા કપડા બગાડશે તેમ કહી મને તથા મારા પૌત્રને રીક્ષામાંથી ઉતારી દીધા હતા અને આ સમયે ફરિયાદીએ ખિસ્સામાં જોયું તો પૈસા જોવામાં આવ્યા નહોતા અને અને આ સમયે તેઓએ તેમના પુત્રને જાણ કરી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ ટોળકીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.