રાજકોટના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂા.6.31 લાખ પડાવ્યા
જામનગરમાં જમીનના નકશા અંગેના કાગળો તૈયાર કરવા યુવતીના ઘરે બોલાવી ફસાવ્યો, મહિલા, નકલી પોલીસ સહિત સાત શખ્સો સામે ફરિયાદ
મૂળ ભાણવડ પંથક ના વતની અને હાલ રાજકોટમાં રહેતા એક ખેડૂત બુઝુર્ગને જામનગરમાં જમીનના નકશા અંગેના કાગળો તૈયાર કરવા માટે ખોડીયાર કોલોની વિસ્તારમાં એક મહિલાના ઘેર બોલાવ્યા પછી હનીટ્રેપ માં ફસાવ્યા હતા, અને એક મહિલા, નકલી પોલીસ વગેરે સહિત 7 શખ્સોએ ખેડૂત પાસેથી 6.31 લાખની રોકડ રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ ભાણવડ તાલુકાના સઇ દેવળીયા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા અને ખેતી કામ કરતા વસંતભાઈ ગોરધનભાઈ શીરા નામના 62 વર્ષના પટેલ જ્ઞાતિના ખેડૂત બુઝુર્ગ કે જેઓએ કાલાવડ પંથકમાં 18 વીઘા જમીન ખરીદ કરી હતી.
જે જમીનને વેચવાની હોવાથી તેના જરૂૂરી કાગળો અને નકશા વગેરે તૈયાર કરવા માટે જામનગર માં આવેલી જમીન શાખાનો સંપર્ક કર્યો હતો, અને તેના નકશામાં ભૂલ હોવાથી સુધારો કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવા માટે તેઓ જામનગર આવ્યા હતા.
જે દરમિયાન લાલ બંગલા સર્કલમાં એક શખ્સનો તેને ભેટો થયો હતો, અને મારા કુટુંબી માસા કે જેઓ જમીન શાખામાં નોકરી કરતા હતા, અને હાલ નિવૃત થઈ ગયા છે, તેઓ તમારા નકશા વગેરે નું કામ પૂરું કરાવી આપશે, તેમ જણાવી ખોડીયાર કોલોની વિસ્તારમાં એક મકાનનું મોબાઇલમાં લોકેશન નાખ્યું હતું.
જે મોબાઈલ લોકેશન ના આધારે વસંતભાઈ ઉપરોક્ત મકાને પહોંચ્યા હતા, અને તેઓને ઘરમાં બોલાવીને બેસાડ્યા હતા. જે દરમિયાન ચાલીસેક વર્ષની એક યુવતી પાણી દેવાના બહાને તેના રૂૂમમાં આવી હતી.
જે રૂૂમનો દરવાજો યુવતીએ દરવાજો બંધ કરી દઈ પોતે નિર્વસ્ત્ર બની ગઈ હતી, અને ખેડૂતને પોતાના બાથમાં લીધા હતા. જે દરમિયાન અચાનક રૂૂમનો દરવાજો ખોલીને બે-ત્રણ વ્યક્તિ ધસી આવ્યા હતા, અને પોતાની પોલીસ તરીકે ખોટી ઓળખ આપીને ખેડૂત ને ધાક ધમકીઓ આપી આવા ધંધા કરો છો, તમારી સામે પોલીસ કેસ કરવાનો થશે, તેમ જણાવી ડરાવ્યા ધમકાવ્યા હતા, અને આખરે 15 લાખ રૂૂપિયામાં સમાધાન કરવા જણાવ્યું હતું.
જેમાં આખરે સેટલમેન્ટના ભાગરૂૂપે 6 લાખ રૂૂપિયાની માંગણી કરી હતી, અને સામાજિક બદનામીના ડરના કારણે વસંતભાઈએ પોતાના અન્ય મિત્રો વગેરેની મદદથી આંગડિયા મારફતે 5.96 500 જેવી રકમ મંગાવી હતી.
ત્યારબાદ એક શખ્સ બાઈકમાં તેની સાથે ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીમાં પહોંચ્યો હતો, અને ખેડૂત ની મદદથી પ,96,500 ની રકમ મેળવી લીધી હતી, અને ખેડૂતને રાજકોટ રવાના કરી દીધા હતા. ત્યાર પછી ઉપરોક્ત ટોળકી એ હજુ પણ પૈસા પડાવવાની વૃત્તિ હોવાથી મોબાઈલ ફોન કરીને રાજકોટ પહોંચ્યા હતા, અને જે યુવતી તમારા રૂૂમમાં પુરાઈ હતી, જે અંગે તેના પતિને જાણકારી મળતાં પતિએ મારકુટ કરી છે, અને યુવતીએ ઝેરી દવા પી લીધી છે, અને હાલ જામનગરની હોસ્પિટલમાં દાખલ છે. જે પોલીસ સમક્ષ તમારું નામ આપવાની છે, તેવો ફરીથી ડર બતાવીને વધારાના સવા લાખ રૂૂપિયા ની માંગણી કરી હતી.
જે રકમ પોતાની પાસે હાલ ન હોવાથી માત્ર 35,000 છે, તેમ કહેતાં ઉપરોક્ત શખ્સો 35,000ની રકમ લઈને ભાગી છુટ્યા હતા. ત્યારબાદ વધુ પૈસા કઢાવવા માટે અવારનવાર મોબાઈલ ફોન કરતા હતા જેથી તેઓના હેરેસમેન્ટથી કંટાળી જઈ ખેડૂત વસંતભાઈ પોતાના પરિવારને જાણ કરી હતી. જેથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવા માં આવ્યો હતો. જે સમગ્ર બનાવ બાબતે વસંતભાઈએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં એક મહિલા સહિત સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદના અનુસંધાને પીએસઆઇ એસ.એમ. સીસોદીયા એ તમામ સાત આરોપીઓ પૈકીના હિતેનભાઈ ચૌહાણ (પાલીતાણા- ભાવનગર) ઉપરાંત તળાજા ના કાળુભાઈ બારૈયા, પાલીતાણા ના હરેશભાઈ ખેરાલા ઉપરાંત 40 વર્ષની એક અજાણી મહિલા, અને પોલીસની ખોટી ઓળખ આપનાર 2 અજાણ્યા માણસો ઉપરાંત મહિલાના ઘરનું મોબાઇલ લોકેશન નાખનાર શખ્સ અને મોબાઈલ ધારક તથા આંગડિયા પેઢીમાં બાઈકમાં પૈસા લેવા જનારા અજાણ્યા શખ્સ સહી કુલ સાત સામે બી.એન.એસ. કલમ 308 (5),352,351 (4) અને 54 મુજબ ગુનો થયો છે અને તમામ આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.