ચોટીલાના સણોસરામાં પ્લોટ મુદ્દે કૌટુંબિક પરિવાર વચ્ચે ધારિયા ઉડયા: ચારને ઇજા
ચોટીલાનાં સણોસરા ગામે પ્લોટ મુદે કૌટુંબીક પરીવાર વચ્ચે ચાલતા ઝઘડામા ગઇકાલે મારામારી થઇ હતી . સામ સામે પક્ષે ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલાનાં સણોસરા ગામે રહેતા બચુભાઇ નરશીભાઇ ખીહડીયા (ઉ.વ. 60 ), બુધાભાઇ પોપટભાઇ ખીહડીયા (ઉ.વ. 4ર ) અને તેના પુત્ર રણજીતભાઇ બુધાભાઇ ખીહડીયા (ઉ.વ. રર ) સાંજનાં પોતાનાં ઘર પાસે હતા . ત્યારે કૌટુંબીક ભાઇ ભરત ખીહડીયા સહીતનાં અજાણ્યા શખસોએ ઝઘડો કરી ધારીયા વડે હુમલો કર્યો હતો. વળતા પ્રહારમા ભરતભાઇ ભાદાભાઇ ખીહડીયા (ઉ.વ. 40 ) પર બુધા, બચુ અને વલ્લભ સહીતનાં શખસોએ ધારીયા વડે હુમલો કરી માર માર્યો હતો. સામ સામે મારામારીમા ઘવાયેલા ચારેય ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.
પ્રાથમીક પુછપરછમા મારામારી કરનાર અને ઇજાગ્રસ્તો બધા કૌટુંબીક ભાઇઓ છે. અને તેમનાં વચ્ચે સહીયારા પ્લોટ મુદે તકરાર ચાલે છે. જે સહીયારા પ્લોટમા બુધાભાઇ ખીહડીયા પાયા ગાળતા હતા. ત્યારે થયેલી બોલાચાલીમા સામ સામા ધારીયા ઉડયા હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ચોટીલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.