ગોંડલના સડક પીપળિયા ગામે ધો. બાર પાસ નકલી ડોકટર ઝડપાયો
ગોંડલનાં સડક પીપળીયા ગામે ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડીને ધોરણ 1ર પાસ નકલી ડોકટરને ઝડપી લઇ દુકાનમાથી એલોપેથીકની દવાઓ સહીતનો મુદામાલ કબજે કર્યો હતો બેકારી અને આર્થીક ભીંસ દુર કરવા ધો. 12 પાસ કરીને આ શખસ છેલ્લા છ મહીનાથી નકલી ડોકટર બની લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનુ તપાસમા ખુલ્યુ છે.
મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાનાં સડક પીપળીયા ગામે નેશનલ હાઇવેની બાજુમા બાદલભાઇ બાબુભાઇ બેલીમની દુકાનમા ચાલતી કલીનીકમા નકલી ડોકટર લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનુ રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમને જાણવા મળતા ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડયો હતો . આ દરોડામા મુળ જામ કંડોરણા તાલુકાનાં રામપર ગામનાં નકલી ડોકટર બનેલા પાર્થ ચંદુભાઇ વિશ્ણુસ્વામી (ઉ.વ. ર7 ) નામનાં બાવાજી શખસની ધરપકડ કરી એસઓજીનાં પીઆઇ પારગી સહીતનાં સ્ટાફે તપાસ કરતા કલીનીક માથી દવાઓ, શીરીઝ તેમજ અલગ અલગ મેડીકલને લગતા સામાન મળી આવ્યો હતો.
તપાસમા જાણવા મળ્યુ કે પાર્થ ધો. 1ર પાસ છે . અને છેલ્લા છ મહીનાથી બાદલભાઇ બેલીમની દુકાન ભાડે રાખી ડીગ્રી ન હોવા છતા લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરીને દવાઓ આપી નકલી ડોકટર બની સારવાર કરતો હતો. આર્થીક ભીંસ અને બેકારી દુર કરવા છેલ્લા છ મહીનાથી નકલી ડોકટર બનેલા પાર્થ વિશ્ણુસ્વામી સામે એસઓજીએ મેડીકલ પ્રેકટીસ એકટ હેઠળ ફરીયાદ નોંધાવી તેની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચના હેઠળ એસઓજીનાં પીઆઇ પારગી સહીતનાં સ્ટાફે કામગીરી કરી હતી.