સાયલા પાસે લકઝરી બસનો ચાલક દેશી તમંચા સાથે ઝડપાયો
અમદાવાદથી અજાણ્યા શખ્સે તમંચો આપ્યો હોવાનું રટણ
સાયલાથી પસાર થતી ખાનગી લક્ઝરી બસના ચાલક હથિયારની હેરાફેરી કરતો હોવાની સાયલા પોલીસને બાતમી મળતા સાયલા પોલીસ કરમી સુરેશભાઈ ખરગીયા, અમરકુમાર ગઢવી, જયપાલસિંહ રાઠોડ સહિતના પોલીસ કર્મીઓએ સાયલા બ્રિજ પાસે વોચ રાખી હતી. પૂરઝડપે શુભમ ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજકોટ તરફ જતી હતી તેને ઉભી રખાવી હતી અને લક્ઝરીના ચાલકને નીચે ઉતારીને પૂછપરછ શરૂૂ કરી હતી.
ચાલકે પોતાનું નામ અશોક બાબુલાલ પરમાર મધ્યપ્રદેશવાળો હોવાનું જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછપરછ અને તપાસ કરતા ડ્રાઇવર સીટની પાછળની પેટીમાં એક દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂૂપિયા 5,000નો મળી આવ્યો હતો. તેમજ વધુ તપાસ કરતા લક્ઝરીના ચાલક પાસે 5,000નો મોબાઈલ ફોન મળી આવતા પોલીસે કબજે લીધો હતો. વધુ પૂછપરછમાં અમદાવાદ બાયપાસ રોડ ઉપરથી 1 અજાણ્યો માણસ દેશી હાથ બનાવટનો સિંગલ બેરલ તમંચો આપી ગયેલો હોવાનું અને બાબરા બસ સ્ટેશન પાસે એક માણસ આવીને તમંચો લઈ જશે. જેમાં ખર્ચા પાણીના 4,000 આપશે. પોલીસે લક્ઝરી બસ અને મોબાઈલ સહિત 12,10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો.