ચોમાસાની શરૂઆતમાં જ જીવલેણ બનતો રોગચાળો: રાજકોટમાં બે માસુમના મોત
9 વર્ષની બાળકીનું કમળો અને 6 વર્ષની બાળાનુ ઝાડા થઇ ગયા બાદ મોત
કોરોનાની દહેશત વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો છે . ત્યારે ચોમાસાની શરૂઆતમા જ રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ રાજકોટમા વધુ માસુમ બાળકનાં રોગચાળાથી મોત નીપજયા છે જેમા માર્કેટ યાર્ડ પાછળ આવેલા સાગર નગરમા રહેતા પરીવારની 9 વર્ષની બાળકીનુ કમળાની બીમારી સબબ અને વાજડી ગામે રહેતા શ્રમીક પરીવારનાં 6 વર્ષની બાળાનુ ઝાડાની બીમારી સબબ બેભાન હાલતમા મોત નીપજતા બંને પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા માર્કેટ યાર્ડ પાછળ આવેલ સાગર નગરમા રહેતા પરીવારની વિજયબેન રામાભાઇ ભાંગરા નામની 9 વર્ષની બાળકીનુ કમળાની અસર થતા અમદાવાદ ખાતે દવા લીધી હતી બાદમા રાજકોટમા ખાનગી હોસ્પીટલ ખાતે દવા લીધી હતી. પરંતુ માસુમ બાળકીને લીવર અને મગજમા કમળાની અસર થતા માસુમ બાળકીનુ બેભાન હાલતમા મોત નીપજયુ હતુ. બાળકીનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમીક પુછપરછમા મૃતક બાળકી એક ભાઇ 3 બહેનમા વચેટ હતી અને ધો. પ મા અભ્યાસ કરતી હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમા મુળ દાહોદનાં વતની અને હાલ રાજકોટનાં વીરડા વાજડી ગામે રહેતા શ્રમીક પરીવારની ધ્રુવી અમીતભાઇ બામણીયા નામની 6 વર્ષની માસુમ બાળકીને ઝાડા થઇ જતા સારવાર માટે મેટોડા ખાનગી હોસ્પીટલ લઇ જવામા આવી હતી. જયા બાળકી બેભાન થઇ જતા તાત્કાલીક સારવાર માટે ઝનાના હોસ્પીટલમા દાખલ કરાઇ હતી. જયા તેનુ ટુકી સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમીક તપાસમા મૃતક ધ્રુવી બામણીયા એક ભાઇ ત્રણ બહેનમા વચેટ હતી. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.